________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩
સેવા કરતાં એક પુત્ર થયે તેનું નામ ઈલાચી પાડયું. એક દિવસ તે નગરમાં નાટકીયા રમત રમવા આવ્યા. તેના ટોળામાં નટવાની પુત્રી મહા સ્વરૂપવાન હતી તેને દેખીને પૂર્વભવના
નેહથી તેની ઉપરતે મેહ પામે તત્કાળ પિતાને ઘેર આવી પિતાને કહેવા લાગ્યો કે હે પિતાજી! મને નાટકીયાની બેટી પરણાવે, નહીં તે હું મરણ પામીશ. હું બીજી કન્યાને નહીં પરણું. તે સાંભળી પિતાએ કહ્યું કે હે પુત્ર ! એ નીચ જાતિ છે. હું તને ઉતમ રૂપવંત વ્યવહારીયાની કન્યા પર વીશ. એમ ઘણું સમજાવ્યો, તે પણ તેણે માન્યું નહિ. એટલે ધનદત્ત શેઠે જાણ્યું કે પુત્ર કઈ રીતે માનશે નહી એટલે તેમણે નટ પાસે તેમની બેટી માંગી નટે કહ્યું કે-જે અમારી નાચવાની કળા શીખી, તેમાંથી દ્રવ્ય એકઠું કરી અમારી નાતને પિષે તેને અમે અમારી બેટી પરણાવશું. એ વાત ઈલાચીપુત્રને તેના પિતાએ કહેતાં તેમણે અંગીકાર કરી ઘરમાંથી બહાર નીકળી જઈ નટની સાથે મળી સર્વ કળા શીખી હશિયાર છે. પછી નટલોકો સાથે બેનાતટ નગરે ગયે. ત્યાંના રાજાને પિતાની કળા દેખાડવા માટે વાંસ ઉપર ચઢી અનેક પ્રકારની રમત રમવા લાગ્યો. અને નટપુત્રી જમીન ઉપર ઉભી રહી ગીત ગાય છે. ઢેલકી વગાડે છે, એટલામાં રાજા પણ નટની પુત્રીનું સુંદર રૂપ જોઈ મેહ પામીને મનમાં વિચારે છે કે–આ નટ વાંસ ઉપરથી નીચે પડી મરણ પામે, તે આ નટરીને હું મારા અંતઃપુરમાં લઈ જાઉં, ઈલાચી પુત્રે વાંસ ઉપરથી ઉતરીને રાજાને સલામ કરી દાન માંગવા માંડયું, ત્યારે રાજાએ કહ્યું કે મેં તારું નાટક બરાબર જોયું નથી, માટે તું ફરતી વાંસ ઉપર ચઢ એમ ત્રણ વાર નાટક કરવા વાંસ ઉપર ચઢયો છતાં રાજાની બદદાનત હેવાથી ઈનામ ન આપ્યું. એવા અવસરે એક મુનિરાજે ગોચરી માટે કોઈ એક ભાગ્યવંત શેઠને ધરે આવી, ધર્મલાભ” દીધે. રંભા સરખી
For Private And Personal Use Only