________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
પરીક્ષામાં પાસ થાય તેને પુત્રી પરણવું. બાદ બન્ને ભાણેજને તેડાવી અકેકી કાવડ આપીને જ્યાં પિતાનું ગોકુલ હતું ત્યા મેકલ્યાં અને કહ્યું કે કુલે જઈ દૂધની કાવડ ભરી એમાંથી જે પહેલો આવશે, તેને મારી પુત્રી પરણાવીશ. બને ગોકુલ જઈ દુધના ઘડા ભરી ગામ તરફ ચાલ્યા, એકે ચિંતવ્યું કે જે હું જેમ બને તેમ વહેલો જાઉ, તે કન્યા પરણું. તેથી તે ઉચો, નીચે, વાંકો વિષમ સંકીર્ણ માર્ગમાં કાવડ લથડી, તેથી પિતે પડયો અને કાવડ પણ પડી ગઈ. દૂધના ઘડા ભાંગી ગયા. વિલળે થઈ મામાની પાસે આવ્યો. મામાએ તેને અતિ ઉત્સુક અને અવિચાર જાણીને તેનું અપમાન કર્યું. બીજાએ વિચાર્યું કે જેમ તેમ કરી કાવડને લઈ જઈને મામાને આપું. તે સારું થાય. એમ જાણું સારા માર્ગો ધીરે ધીરે ચાલતો દૂધના ઘડાથી ભરેલી કાવડને લાવીને મામા આગળ મૂકી, મામાએ તેને યોગ્ય જાણીને પુત્રી પરણાવી દીધી. તે સુખી થયે, તેમજ સાધુ, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ જાણ્યા વિના અતિ ઉત્સુક થઈને ગુરુની આજ્ઞાને વિરોધ, તે દુઃખી થાય, અને જે દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ વિચારી પિતાનું યથા યોગ્ય પણું ચિંતવતા અને ગુરુની આજ્ઞાને દેષ ન લગાડતાં સન્માર્ગે ચાલે, તે મેક્ષરૂપી કન્યાનું પ્રાણિગ્રહણ કરે.
ચોથે વારણ એટલે નિષેધ જાણ. ગુરુ કહે કે અમુક વાત ન કરવી તેમ છતા જે કરે તો વિષ યુક્ત તળાવનું પાણી પીનાર પુરૂષની માફક વિનાશ પાપે તે કથા આ પ્રમાણે કોઈ એક રાજાએ દુશ્મનનું લશ્કર પિતાની ઉપર ચઢી આવતું સાંભળીને સર્વ અન્ન, પાન, કુલ, ફળ પ્રમુખ ગ વસ્તુમાં વિષ મેળવ્યું અને પિતે નાશી ગયે, દુશ્મન રાજાએ વિષની વાત જાણીને પિતાને સમસ્ત લશ્કરમાં ઢઢો ફેલાવ્યો કે જે કોઈ આ ગામનું
For Private And Personal Use Only