________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
વિષે ધનદત નામે વ્યવહારીને ચાર પુત્ર અને પાંચમી સુસમાં નામની પુત્રી હતી, તેને ઘેર એક ચિલાતી પુત્ર નામે દાસ હતા, જે નિત્ય સુસમાં પુત્રીને રમાડતે. એમ કરતા કરતાં એક દિવસ સુસમાં કન્યાની સાથે તે દાસને દુરાચાર કરતે દેખીને શેઠે તેને ઘરમાંથી બહાર કાઢી મુક્યો, તે એક ચોરની પલ્લીને વિષે ગયે. કાળાંતરે તે પાંચસો ચોરને સ્વામી થયો. એકદા ઘણા ચોરેને સાથે લઈને ચિલાતીપુત્ર રાજગૃહી નગરીમાં આવ્યા, ધનદત શેઠને ધનવંત જાણીને તેના જ ઘરમાં પિઠે, અને સુસમા કન્યા તથા બીજું ઘણું ધન લઈને બહાર નિકળ્યો, તેટલામાં શેઠને ખબર પડી. એટલે શેઠ પણ પિતાના ચાર પુત્રોને લઈને તેની પાછળ દે. નગરને કોટવાળ પણ દેડતો દોડતો પાછળ થયો. આગળ જતા કેટલાક માગ પસાર કરતાં શેઠ તેની નજીક પહોંચી ગ. શેઠને નજીક આવ્યું જાણું ચિલાતીએ ભય પામીને સુસમાં કન્યાનું માથું કાપી નાખીને તેનું ધડ હતું તેને અગ્નિમાં ફેકી દીધું. ચિલાતીપુપુત્રનું આવું ભયંકર કૃત્ય તથા રૂપ દેખીને શેઠ પાછો ફર્યો.
ચિલાતીપુત્ર તે એક હાથમાં માથું અને એક હાથમાં લોહીથી ખરડેલું ખડગ એ બને લઈને પર્વત ઉપર ચઢી ગયે. એવામાં માને વિષે કોઈ એક મુનિરાજ કાઉસગ્ગ ધ્યાનમાં હતા. તેને દેખીને ચિલાતીપુત્ર બેઃ અરે મુંડ! તું મને ધર્મ કહે, નહી આ ખડગ વડે હું તારું પણ મસ્તક કાપી નાખીશ. ચિલાતીનું આવું વચન સાંભળીને તેમ જ તેનું ભયંકર સ્વરૂપ જોઇને મુનિરાજ શીધ્રપણે “નમે અશિરાણ” એ પદ લીને જ આકાશમાં ઉડી ગયા. ઉડતા થકા જ તેમણે કહ્યું કે ઉપશમ, વિવેક સંવર એ ત્રણ પદમય ધર્મ છે. એટલે ઉપશમ તે ઉદય પામેલા ક્રોધનું ઉપશમ, વિવેક તે સદસદ્ધ વસ્તુનું વિવેચન,
For Private And Personal Use Only