________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
છાંના જઈ રહ્યાં. વળી કેટલેક કાલે શેઠને મલ્યા. શેઠે પણ તેને પિતાને ઘેર રાખ્યા છે. તેઓની આગતા સ્વાગતા કરે છે. તેજ હોલિકા પોતાના બાપને ઘેર કામપાલની સાથે હજી પણ વિષય સુખ ભોગવે છે. તે તમે ગામનાં લેક સ નજરે જોવો છે.
હવે હું સુંઢા તાપસણી અકામ નિઝરાને યોગે શુભ ભાવથી મરણ પામીને વ્યતર નિકાયમાં દેવી પણે ઉપની છું. તે દેવી હું ફરતી ફરતી જેવારે અહીં આવી, ત્યારે આ નગરની ઉપર પ્રીતિ ઉપની, દિલ લાગી રહ્યું ત્યારે અવધિનાને કરી જોયું, તે મે મારા પૂર્વલા ભવ દીઠા અને હેલિકાના કૃત્ય સર્વ જાણ્યાં. ત્યારે ગુણની પછવાડે અવગુણ કર્યા. એવી દુષ્ટ હોલિકા ઉપર મને રીશ ચડી, જે માટે મે એને વિયોગ મટાડ, ભરતારને સોગ કરાવી આપ્યું. એના કણ જતા હતાં તે રાખ્યા.
તે તેણેજ મને બાળી ભસ્મ કરી, તેથી એની ઉપર રોષ ચડે. તથા બી જે વળી આ નગરનાં લેક મહારી નિભ્રંછના કરતા હતા અને ભીખ પણ આપતાં ન હતા, તેના ઉપર પણ ક્રોધ ઉપને, તેથી મે મરકીના રોગને ઉપદવ કર્યો. | માટે તમે આજ પછી વર્ષો વર્ષ હેલીની નિર્ભછના કરે, તથા જે નવા પુત્ર જન્મ, અને જેટલા નવા પરણે, તે સર્વજન હેલીયે હુંઢણું કરે (હેલિને દિવસે ન્હાના છોકરાને પાટલા ઉપર બેસાડી તેની આગળ બીજા પાંચ પાંચ વર્ષના છોકરા તેડી લાવીને તેના એક હાથમાં પાપડ આપે, અને બીજા હાથમાં લાકડાની તરવાર આપે, પછી તે છોકરા પાપડની કાષ્ઠની તરવાર મારતા જાય અને ટું, એમ મુખથી કહેતો જાય,)
એ ઢંઢણાને પ્રચાર માળવા તથા મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે, એટલું મહારું નામ રાખે, એવી દેવીની વાણી સાંભળીને રાજા
For Private And Personal Use Only