________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
કહી માટે મારી આજથી એ પુત્રી સમાન થઈ ચૂકી ત્યારે કામપાલ બોલે, આપ તે ભાગ્યશાળી છે, માટે આપની તે આ પુત્રી છે. કારણ કે જગતમાં જે ભાગ્ય. શાલી પુરૂષ હોય, તેની જે બેહેન ન હોય, તો તે ધર્મની બહેન કરી હોય છે. જે પુત્રી ન હોય તો તે પુત્રી પણ ધર્મની કરી લીયે છે. જે ગૃહસ્થને પુત્રી ન હોય, તો ઘર શેભે નહી વળી પુત્રી વિના માતા પિતા લાડ કોડ કોના પૂર્ણ કરે ? એવું કામપાલે કહ્યું. ત્યારે હોલિકા પણ બેલી કે હે પિતાજી? મહારે પણ પીયરમાં કોઈ નથી. અને આપને પુત્રી નથી, માટે મને પુત્રી કરી રાખે, ત્યારે શેઠ મોહનીય કર્મને વશ થયા. થો તે હોલિકાને પિતાને ઘેર લઈ આવી વસ્ત્ર ભૂષણ આપીને ભેજનાદિક સામગ્રી પૂરવા લાગે.
અને રહેવા જગા રહેવા માટે દીધી. અને પિતાની સ્ત્રીને શેઠે કહ્યું કે આપણું એજ પુત્રી અને એજ જમાઈ જાણજે માટે એની જ આગતા સ્વાગતા કરવી. તે સાંભળી શેઠાણી આદિક સવ કુટુંબ ખુશી થયું. અને હોલિકા સુખે સમાધે પિતાને ઘેર કળનિગમન કરવા લાગી જે માટે સમુદ્રને ભૂજાબલે તરી પાર પામીયે, પણ સીના ચરિત્રને પાર કોઈ રીતે ન પામીયે. હવે હુંઢાને સંબંધ કહે છે. -
" એકદા તે નગરમાં મરકીને રોગ ઉપજે તેથી ધણાં લોક મરવા લાગ્યાં. નગર નિવાસી જન સવે વ્યાકુળ થયાં. ત્યારે રાજા દિક સર્વ લેક મળી બલિ બકુલા લઈને નગરની બાહેર આવી બલિબાકુલ ઉછાળી શાંતિ કરીને સર્વ લોક બોલ્યા કે હે દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, ભૂત, વ્યંતર! જે હો તે સુખે બેલે. અમે તમારી માનતા પૂજા કરશું. તમે રોગ મટાડે, ત્યારે
For Private And Personal Use Only