________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
सामायिका वश्यक पौषधानि, देवाच्चन स्नात्रविले पनानि॥ ब्रह्म क्रिया दानत पोमुखानि, भव्या श्चतुर्मासिक मडनानि॥१
અર્થ :અહો ભવ્યજીવો ? સામયિકાદિક આવશ્યક પોષા, દેવનું અર્ચન, સ્નાત્ર, વિલેપન બ્રહ્મચર્ય, દાન, તપ આદિ ધર્મકૃત્ય કરવાં, એ ચોમાસા પર્વના મંડન રૂપ એટલે ભૂષણ જાણવાં, અર્થાત એવાં ધર્મકાર્યો વડે ચેમાસું રૂડું દેખાય છે. માટે તમારે જરૂર તેનું સેવન કરવું. અદ્યાપિ ચાતુર્માસિક ત્રણ છે તે પણ જેના ઉપદેશ થી અંહી વ્યાખ્યાન કરાય તે ગ્રહણ કરવું.
કોઈ પુરૂષ સામાઈક કરે. કઈ પડિકમણું કરે, કોઈ પિસહ કરે. કેઈ દેવ પૂજા કરે. ઈત્યાદિક પિતાની શકિત પ્રપાણે ધર્મકાર્ય કરે, તેમાં કાંઈ વિરોધ નથી. પ્રથમ પ્રત્યેક મહિનામાં તિથિ જેવી. તે ત્રણ પ્રકારે છે. કહ્યું છે કે “ચાલક કુરિક go મણિનિ તિ” બે ચદશ. બે આઠમ, એક અમાવાસ્યા અને એક પૂનમ, એ પર્વતિથિ કહી. તથા ઉદિષ્ટા શબ્દ વડે શ્રી જિનકલ્યાક તિથિ અને પર્યુષણની તિથિ લેવી. એ ચારિત્ર તિથિ છે તેથી એ તિથિમાં ચારિત્ર આરાધવું. ગીતાથ શ્રી સીલગાચાયે કહ્યું છે કે:
બીજ, પાંચમ અને અગીયારશ એ જ્ઞાન તિથિઓ છે. તેથી એ તિથિઓમાં જ્ઞાનનું આરાધન કરવું, બાકી બીજી દર્શન તિથિઓ છે. તેમાં સમ્યકત્વનું આરાધન કરવું, અર્થાત સમ્યકત્વી જીએ મિથ્યાત્વનો પરિહાર કરી દેવપૂજા, ગુરુસેવા કરવી, વ્યાખ્યાન સાંભળવું. ધર્માનું દાન કરવું. તીર્થયાત્રા કરવી. શ્રી જિનેશ્વરેના કલ્યાકેની ભૂમિ ફરસવી. ઇત્યાદિ પ્રકારે આચરણ કરીને પોતાનું સમક્તિ નિર્મલ કરવું કહ્યું છે કે –
For Private And Personal Use Only