________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭
આ જિવિકા ચલાવવા લાગી. પણ તે ઘણી જ અણખામણું છે, માટે તેના મુખ સાહામું પણ કોઈ જુવે નહી. એમ લાભાંતરાયના ઉદય થકી તેને પૂરી ભીખ પણ ગામમાં મલતી નથી. તેથી રીષે બળતી ફર્યા કરે, તેને વલી બીજી કોઈ તાપસણું મળી, તેની પાસેથી તે સુંઢા કામણ, ટ્રમણ, મેહન, ઉચ્ચાટન, વશીકરણ, ગર્ભપાત, ગર્ભવધારણ, ચૂર્ણ, યોગ, મંત્ર, તંત્ર, ઈત્યાદિક અનેક પ્રકારની વિદ્યાનું શીખીને તેમાં પ્રસિદ્ધિ પામી. કપાલમાં સુખડનું તિલક કરે, દેવીની પુજા કરે, ગેરુથી રંગેલાં વસ્ત્ર પહેરે, એવી થકી બહુજ ફૂડ કપટ કરતી તે નગરમાં પૂજા પામતી થકી ફરે છે. તેને શેઠે પિતાને ઘરે બોલાવી સ્ત્રી સહિત પગે લાગી આદર સત્કાર આપીને કહ્યું કે, હે માતાજી ! અમારા ઉપર કૃપા કરીને અમારી એક જ પુત્રી છે, તેના દુખનું નિવારણ કરે. તમારા ઉપકાર ભૂલશું નહીં. આ પુત્રી જાણે તેમજ અમને દીધી. એમ કહી પોતાની પુત્રી પાસે તે દ્રઢાને લઈ આવ્યાં. દ્રઢાયે તેની નાડી જોઈ તેમાં કાંઈ પણ રોગ દીઠામાં આવ્યો નહી. તેવારે પોતે સ્ત્રીના ચારિત્રની માહિતગાર છે. માહાનિપુણ છે, તેથી હેલિકાને એકાત જરા દૂર તેડીને પૂછયું. કે હે વત્સ! તાહરા શરીરમાં કોઈ રોગ દેખાતું નથી. માટે મારી પાસે સાચે સાચું બેલજે કે, તેને શી ચિંતા છે.? તું મારી પુત્રી ખાય છે.
તેથી તારા મનની જે વાત હોય, તે કહી આપ. હું તહારું કામ અવશ્ય પાર પાડીશ. એવું સાંભળી હેલિકા બેલી કે તમે ઘણે આગ્રહ કરે છે, તેથી તેમને માતા જેવાં જાણીને હું મારા મનની વાત કહું છું, કે કામપાલ સાથે મહારે સગ કરાવે, તે હું જીવતી રહીશ. નહીકાં શેડા દિવસમાં તે હું મરણ પામીશ. માટે મહારું એ કામ પાર પાડીને મને જીવિતદાન
For Private And Personal Use Only