________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
હવે કામપાલ પિતાને સ્થાનકે ગયે. અને પાછલ થી હેલિકા વિહવલ થઈ તેના શરીરમા કામ જવર વ્યાયે તેથી ખાવું પીવુ ભાવે નહી નિદ્રા આવે નહી કામ કાજ ઉપર ચિત્ત લાગે નહી નિશાસા મુક્યા કરે બેસતા ઉઠતાં સુતાં ચાલતા કાંઈ ચેન પડે નહી એવી પુત્રીની અવસ્થા જોઈને તેનાં માતા પિતા ચિંતા કરવા લાગ્યાં. વૈધ બોલાવી વિચિત્ર પ્રકારનાં ઓષધ કરાવ્યાં દેરા, રાખડી કરાવી બાંધ્યા, ઉતારણા કરાવ્યાં, ગૃહ પૂજા કરાવી, મૂઆ ધૂણવ્યા, તેણે કહ્યું જે એને ભર બાલ્યાવસ્થામાં મરણ પામ્યો છે. તેને કૂલ કરાવે, વેશ પહેરે, વરૂદ જમાડે.
(ફૂલ કરાવી એક ઘરના માણસના ગળામાં પહેરાવે છે. તથા લુગડાં એક જાતનાં કરી તેજ વેષ, એક ઘરને માણસ પહેરે છે, તેમજ વરદ જમાડે એટલે તેના નામથી એક ઘરને માણસ કેટલા દિવસ જમે એ સર્વ રીતે, ઘણું કરી મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે.
તે કહ્યું તાવીત કરાવ્યાં. એમ અનેક ઉપચાર કરતાં પણ શાતા થઈ નહી. તેવારે માતા પિતા ઘણા દિલગીર થયાં. એહવામાં શેઠે લેકેના મુખથી એવી વાત સાંભળી જે આ નગરમાં ચંદ્રરૌદ્ર નામે વેદીયા ભટ્ટ ભાંડની નાની દ્રઢા નામે પુત્રી હતી, તે યૌવન પામી તેવારે તેને એજ ગામના રહેવાસી કેઈ અચલભૂતિ નામે બ્રાહ્મણ ભરડે હતા, તે પરણ્યો, પણ થોડા દિવસમાં તે બ્રાહ્મણ મરણ પામે, પછી તેના ઘરમાં કોઈ ખાવાનું ન હતું તેથી તે ઢુંઢા માવિત્રને ઘરે જઈને રહી. કર્મ યોગે તેના માતા પિતા મરણ પામ્યાં તે પણ દરિદી હતાં. ઘરમાં કેડી એક મળે નહી, તેથી તેમના મૃત કાર્ય માટે જ્ઞાતિ જમણું પ્રમુખ પણું કાંઈ થઈ શક્યું નહી. પછી તે સુંઢા બ્રાહ્મણ તાપસણું થઈને ઘર ઘર ભમતી ભિક્ષા માગી.
For Private And Personal Use Only