________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
લાવણ્યતાએ કરી તેને સર વર મળે તે પુત્રી સુખી થાય. એમ ચીંતવી તે શેઠે તે નગરમાં શોધ કરવા માંડી. ત્યારે તે ગામમાં દેવદત્ત નામે શેઠની દેવદત્તા નામે સ્ત્રીનો જસદેવ નામે પુત્ર તે મહારૂપવત ગુણવંત પૂરૂષની બહોતેર કળાનો જાણકાર હતા તેની સાથે હેળિકાનું સગપણ કર્યું પછી શુદ્ધ લગ્ન જોઈ મોટા મહોત્સવ પૂર્વક વિવાહ કર્યો ઘણે દાય આપીને વળાવી તિહાં સાસરે દેવગણ કરી પિતાના ભર્તારની સાથે વિષય સુખ ભોગવતી રહે છે, ઈહાં શિષ્ય ગુરુ પ્રત્યે પૂછે છે કે ? મહારાજ? દેવગણું એટલે શું? તે અમને સમજાવે ત્યારે ગુરુ કહે છે કે તે દેવસ્થાન વ્યવહારે અંત મંગળ જાણવું અને પાટ મહોત્સવ તે આદ્ય મંગલ જાણવું. તિહાં વળી અંત મંગલ બે પ્રકારના છે તેમાં એક જિનધર્મનું અંત મંગળ. અને બીજુ મિથ્યાત્વનું અંત મંગળ તેમાં જૈન ધર્મ વાળાની પુત્રી પરણીને સાસરે જાય. ત્યારે શ્રી જીન મંદીરમાં જઈ ઓચ્છવ સહીત દેવ હારે અને ગુરને યોગ હોય તે તેને વાંદે સમકિત વ્રતનો ઉચ્ચાર કરે કારણ કે જે મિથ્યાત્વીઓના ધરની કન્યા હોય તો પછી ઘરમાં કદાગ્રહ કરે ઘરના બીજા માણસોને મિથ્યાત્વપર ગમાવે તે કારણે પ્રથમથી સમકિતની શ્રદ્ધા કરાવે બીજો ભેદ મિથ્યાત્વીની દેવગણ કરે તે આ રીતે કે? મિથ્યાત્વીઓના દેવ દેવીને જુહારે મિથ્યાત્વીઓના ગુરૂની ભકિત કરે. ઈત્યાદી જાણી લેવું. હવે હાળિકા સુખ સમાધે શ્વશુરના ઘરે રહી થકી કેટલા એક દિવસ પછી પીયરીયે આણું માટે ગઈ.
એકદા તેના ભરને રાત્રિને સમયે અકસ્માત તીવ્ર વેદના થઈ આવી, તેનાથી તે મરણ પામ્યો. તેવારે તેનાં માતા પિતા સાસુ સસરો આદિક હાહાકાર કરતા મોટા પિકાર કરી રોવા પીટવા લાગ્યાં. હાલિકા પણ મહા દુઃખ ધરતી સવે પરિવાર
For Private And Personal Use Only