________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ શ્રી હેળીકા પર્વની કથા પ્રારંભ
રૂષભ આણંદ રદયે ધરી. શાંતિ નેમી સુખકાર પા વીર એ પ્રણમતા પામે સુખ અપાર ૧ પય પકજ પ્રણમું સદા ગુરુ ગુણરયણ ભંડાર જ્ઞાન નયણુ દાતા ગુરુ વાણું જસુ અવિકાર ૨ અરિહંત મુખ ઉત્પન્ન થઈ ભારતી બ્રહ્મ સુતાય જસુ સ્મરણ કરતાં થકાં લીલા અધિક લહાય ૩ હળી માહામ્ય ઈણ પરે સાંભળે શ્રદ્ધા વત મિથ્યા પર્વ નિવારશે તે લહેશે ભવ અંત ૪
અર્થ અહે ભવ્ય લેકે ચોથા આરાના ત્રણ વર્ષને સાડા આઠ માસ શાક્તા એટલે બાકી રહેલા) જ્ઞાત પુત્ર શ્રી મહાવીર સ્વામી મોક્ષે પહોંચ્યા તે પછી ચોસઠ વર્ષ કેવળ જ્ઞાનાદિક ઘણી વસ્તુ વિચ્છેદ થઈ પરંતુ ચૌદ પૂર્વધર, દસ પૂર્વધર વિચર્યા કેટલેક કાળ ગયા પછી શ્રી સુવતા આચાર્ય ઘણુ શિષ્યના પરિવારે પરીવર્યા થક વિચરતા વિચરતા પૂર્વ દેશમાં પધાર્યા તે દેશમાં હેળાનું પર્વ દેખીને કોઈક સાધુ આચાર્ય મારાજને પૂછવા લાગ્યો કે મહારાજ આજે હું ગોચરીએ ગયો હતો ત્યાં નગરમાં ઘણું લેકેને સ્ત્રીઓના સમુદાય સહીત ઉન્મતની પેઠે અસભ્ય વચન બેલતા કુદતા મે જોયા માટે એ પ્રવૃતિ પરંપરાની આ દેશમાં ચાલી આવે છે? અથવા નવી થએલી છે? એમ પૂછવાથી ગુરુ મરાજ કહેવા લાગ્યા કે એ પ્રવૃત્તિ પરંપરાની નથી. પરંતુ પૂર્વાચાર્યો કહીગયા છે કે આ પાંચમાં આરા મધે દુગતીના દાતા એવા મહા મિથ્યાત્વીઓના પર્વ પ્રગટ થશે કાળના યોગે
For Private And Personal Use Only