________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
કહેવા લાગ્યા કે હે પ્રભુ! મારા ઉપર કૃપા કરો. હું આ સંસારથી તાપિત છું તેથી મારો ઉદ્ધાર કરો. અને અઢાર કેડા કેડી સાગરોપમ સુધી ભૂલી જવાયેલ સાધુને કશુક આહાર દેવાનો વિધિ પ્રગટ કરે. મારા ઘેર એકસો આઠ શેરડીના રસના ઘડા ભેટ તરીકે આવ્યા છે, તે પ્રાણુક આહાર છે તે આપ ગ્રહણ કરો આ વચને સાંભળી ચાર જ્ઞાનના સ્વામી પ્રભુએ તે શેરડીના રસને નિર્દોષ આહાર સમજીને તે વહેરવા માટે પિતાના બંને હસ્તે લંબાવ્યા પ્રભુએ પાણિપાત્ર લબ્ધિથી બે હાથમાં શેરડીને રસ લીધો હોવા છતાં તેમાંથી એક પણ બિન્દુ ધરતી ઉપર પડયું નહીં શ્રેયાંસકુમારે તો માત્ર એ આઠ જ ઘડા ઈશુરસ વહેરાવ્યો હતો પણ એવા હજારો કે લા ઘડા રસ હોય પણ લબ્ધિના બળથી બે હાથના બેબામાંજ તે સર્વે સમાઈ જાય. ઉપર શીખાચડે પણ એકેય બિન્દુ નીચે ન પડે.
શ્રેયાંસકુમાર પ્રભુને પ્રાશુક આહાર વહેરાવીને અતિ આનંદ પામ્યાને મનમાં વિચારવા લાગ્યા કે ત્રણ જગતને પૂજનીય, અનંત ગુરાના નિધાન એવા શ્રી ઋષભદેવ ભગવાને મારા હાથે આહાર લીધે તે મારા ઉપર મહાન ઉપકાર થયે. ભગવાનને પ્રાશુક આહાર વહોરાવવાથી આજે મારા સર્વ પાપ-સંતાપ દૂર થયાં શ્રેયાંસકુમાર આવી વિચાર શ્રેણમાં મગ્ન બને છે ત્યાં આકાશમાં દેવતાઓએ પચ દિવ્ય પ્રગટાવ્યાં અને દેવતાઓએ “ગોવા નમ વાનન” ની ઘોષણા કરી તથા દેવદુદુભિ વગાડી. તીર્થસૃભક દેવોએ સાડાબાર કરોડ સુવર્ણ રત્નની વૃષ્ટિ કરી આ સમયે શ્રેયાંસકુમારને આવાસ સુવર્ણ રત્નોથી ભરાઈ ગ, ત્રણ ભુવન (સચ્ચે ભારયા,) એટલે વખાણવા લાયક છે ભગવાન ઈશુરસથી (શેરડીના રસથી) ભરણ અને શ્રેયાંસકુમારને આત્મા નિરૂપમ સુખનું પાત્ર બન્યું.
વૈશાખ સુદિ ત્રીજના દિવસે આવી રીતે શ્રી ઋષભદેવ
For Private And Personal Use Only