________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે-સૂર્યના મંડળમાંથી હજાર કિરણો ખરી પડયાં, તે શ્રેયાંસ કુમારે ઝીલી લઈને સૂર્યમાં પાછા સ્થાપન કર્યા તે ઉપરાંત સમયશા રાજાએ પણ તેજ રાત્રે સ્વપ્ન જોયું કે ઘણા દુશ્મનથી ઘેરાયેલા વીર સુભટને શ્રેયાંસ કુમારે છોડાવી તેને વિજય અપાવ્યું. આ પ્રમાણે એકજ શહેરમાં શ્રેયાંસકુમારનું મહત્વ બતાવતા ત્રણ સ્વપ્નાં એકજ રાત્રે જુદી જુદી વ્યકતિઓને આવ્યાં. આ વાતની જ્યારે બીજા દિવસે સવારે રાજસભામાં વાત થઈ, ત્યારે સૌએ કહ્યું કે શ્રેયાંસકુમારને આજે જરૂર કંઈક લાભ થશે! આ વાત થઈ તેજ દિવસે ભગવાન ઋષભદેવ પ્રભુ આહાર નિમિતે શ્રેયાંસકુમારના રાજમહેલે આવ્યા.
પ્રભુને આવતા જોઈને શ્રેયાંસકુમાર ઘણેજ આનંદ પામ્યો. બીજા લોકે પ્રભુને પગે ચાલતા જોઈને હાથી, ઘોડા, રથ વગેરે ભેટ ધરે છે. પણ ભગવાનને તે વસ્તુઓની જરૂર ન હોવાથી તેને અડતાય નથી. આથી લેકે ખૂબજ ઉદાસ રહેવા લાગ્યાં તેઓ વિચારવા લાગ્યા કે–પ્રભુ જરૂર આપણું ઉપર ગુસ્સે થયા હોય. તેમ લાગે છે. યુગલિયા પણાનો ત્યાગ કર્યાને હજુ રોજ સમય થયો છે, તેથી ભદ્રિક લેકે સાધુપુરુષને ઉચિત આહાર આપવાને વિધિ જાણતા નથી.
શ્રેયાંસકુમાર ભગવાનની સાધુ મુદ્રા દેખીને વિચારવા લાગ્યા કે આવી મુખમુદ્રા મે ક્યાય જોઈ છે. આ રીતે વિચારતાં વિચારતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું, જાતિ સ્મરણ જ્ઞાનના બળવડે તેમણે ભગવાન સાથે પિતાના પુર્વભવોને પરિચય જાણે. પહેલા ભવમાં ભગવાન ધનસાઈ વાહ, બીજા ભવમાં યુગલિયા, ત્રીજા ભવમાં દેવતા, ચોથા ભવમાં મહાબળ રાજા અને પાંચમાં ભવમાં લલિતાંગ દેવ થયા હતા. અને પ્રભુની સાથે શ્રેયાંસકુમારને જીવ પ્રથમ ધમિણ નામની સ્ત્રીના ભવમાં
For Private And Personal Use Only