________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
કરી ધમમાં લીન રહી ઉજવે છે. આ સંબંધી વિશેષ હકીક્ત જનધર્મ પ્રસારક સભા તરફથી બહાર પડેલ તેઓશ્રીનાં જીવનચરિત્ર દ્વારા જાણવી.
ચોમાસીની કથા ”
વર્ષની આદિમાં કારતક માસમાં આવતા જ્ઞાનપંચમી પર્વની કથા તથા દેવવંદન કહીને ત્યારપછી કારતક માસમાં સુદ ચાદશે ચોમાસી ચતુદર્શી (ચૌદશ) આવે છે. માટે હવે ચોમાસી દેવવંદન કહેવાનો અવસર હેવાથી શરૂઆતમાં માસીની કથાને સાર ટૂંકાણમાં કહું છું.
વર્ષમાં ત્રણ ચોમાસી આવે છે – કારતકી ચોમાસી, ફાગણ માસી અને અષાઢ માસી, ત્રણ ચોમાસામાં પણ અષાઢ ચોમાસામાં વ્રતધારી શ્રાવક જેણે બાર વ્રત ગ્રહણ કર્યા છે, તેમાં પાંચમું વ્રત અંગીકાર કર્યું હોય તેણે દરેક ચોમાસામાં તેના નિયમોને સક્ષેપ કર. જેણે તે વ્રત અંગીકાર ન કર્યું હોય તેવા શ્રાવકે પણ દર ચોમાસામાં અમુક અભિગ્રહ સ્વીકારવા જોઈએ; તેમાં પણ અષાઢ માસામાં (વર્ષા ચતુર્માસીમાં) વિશેષતાથી વિધિપૂર્વક પ્રહણ કરવા જોઈએ. - વર્ષાઋતુમાં હળથી ખેતર ખેડવું, ગાડી ચલાવવા વગેરેને ત્યાગ કરે. કારણ કે આ ચોમાસામાં વર્ષાદને લીધે અનેક વનસ્પતિઓ તથા અનેક પ્રકારના વિશ્લેન્દ્રિય જીવો તથા દેડકાં વગેરે પચેન્દ્રિય જીવની ઉત્પત્તિ થાય છે, તેથી ઉપરની ક્રિયાઓથી ઘણું જીવહિંસા થાય છે. આજીવિકા નિમિત્તે છેતીને ત્યાગ ન બને તે પણ એકાદિ ખેતરથી અધિક ખેતર ખેડવાનો
For Private And Personal Use Only