________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
જણાવ્યું કે “પિતાએ તે દીક્ષા લીધી છે. માટે તમે જે મારી સેવા કરે તે હું મારા ભાગમાંથી કોઈક દેશનું રાજ્ય આપીશ.
પરંતુ તેમને ભારતની વાત પસંદ નહીં આવવાથી રાજ્યને. ભાગ મેળવવા પ્રભુ પાસે ગયા. છાપણે વિચરતાં ભગવાન તે કાંઈ પણ જવાબ આપતા નથી. તે પણ તેઓ ભગવાનની પાછળ પાછળ ભમવા લાગ્યા અને જ્યાં જ્યાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને ઉભા રહે, ત્યાં ત્યાં પ્રભુની ચારે બાજુએથી કાંટા કાંકરા વગેરે દૂર કરે, પાણી છાંટી ભૂમિ શુદ્ધ કરે, ડાંસ, મચ્છર વગેરે ઉડાડે, તથા સવાર સાંજ પ્રભુને વાંદીને, “રાજ્ય આપો.” એમ વિનતિ કરે.
એક વખત ધરણે પ્રભુને વાંદવા આવ્યા. પ્રભુની સેવા ભક્તિ કરતાં નમિ-વિનમિને જોઈને તેમના ઉપર પ્રસન્ન થએલા ધરણ કે તેમને અડતાલીશ હજાર સિદ્ધ વિદ્યાઓ આપી અને વૈતાઢય પર્વત ઉપર ઉત્તર-દક્ષિણ શ્રેણીમાં નગર વસાવ્યાં. તેમાં વિદ્યાનાં બલે વિદ્યાધરોને વસાવ્યાં ત્યાં બન્ને ભાઈઓ રાજય કરવા લાગ્યાં. કેટલાક કાળ સુખે રાજય કરીને પિતા પોતાના પુત્રને રાજ્યગાદી સોંપીને તેમણે દીક્ષા લીધી. સિદ્ધાચલ તીર્થ આવીને પ્રભુ ઋષભદેવને વાંદીને તેજ તીર્થ ઉપર બે કેડી સાધુએ સાથે મેક્ષે ગયા.
પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવનાં પહેલા ગણધર શ્રી પુંડરિકજી ૌત્રી પૂનમના દિવસે એ પર્વત ઉપર મોક્ષે ગયા. તેથી આ તીર્થનું નામ “પુંડરિકગિરિ ” પણ કહેવાય છે. તે પુંડરિક ગણધરની કથા આ પ્રમાણે,
ઋષભદેવ પ્રભુ છદ્મસ્થપણે વિહાર કરતાં અયોધ્યા નગરીની બહાર પુમિતાલ ઉદ્યાનમાં આવ્યાં. ત્યાં તેમને કેવલજ્ઞાન
For Private And Personal Use Only