________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન બન ઠરાઇયાં, સદા સુરગી ન હોય જયું રુખા હું માણસા, છાંહ ફિરંતી જેય.
માટે એ અસ્થિર રિદ્ધિ છે. તેને મદ કર નઘટે. આ સાંભળીને રોહિણે બોલી કે- સ્વામિન ! હું તે જરા પણ મેદમાં બેલતી નથી, પરંતુ મેં આવું દ્રશ્ય કદિ પણ જોયું નથી તેથી હું તમને પૂછતી હતી. તમે તે લાંબી લાંબી વાતો કરીને મને મદવતી કહે છે? રાજાએ તેને કહ્યું કે-જે, એ નાટક તને દેખાડુ છું કે જેથી તું પણ એવું નાટક કરતાં શીખ જઈશ. આમ કહીને અશક રાજાએ રોહિણીના બેળામાંથી નાને પુત્ર ઊંચકી લો અને તેને ઝરૂખામાંથી નીચે નાંખે. રાજમહેલમાં હાહાકાર મચી ગયો પણ પણ રોહિણીને આથી જરા પણ દુ:ખ થયું નહીં. તે આ વાતમાં કાંઈ સમજી જ નહી. બાળક પુત્ર દીર્ધ આયુષ્ય વાળો અને મહા ભાગ્ય શાળી હોવાથી પુરા દેવીએ તેને પડતો ઝીલી લીધે. નગર લેકે ખૂબજ વિસ્મય તેમ જ હર્ષ પામ્યા. અશોક રાજાએ રોહિણીને કહ્યું કે-હે દેવી! હું તને રોવા-ફૂટવાની કળા શીખવતો હતો પણ તે પૂર્વભવમાં મહા પુણ્ય ઉપાર્જન કર્યું હશે તેથી તારે દુઃખ અનુભવવું પડયું નહીં આ બાળકને નીચે ફેંકી દેવા છતાં તને જરા પણ દુખ ન થંકું તે કયાં પુણ્ય પ્રતાપ છે તે કઈ જ્ઞાની ગુરૂ આવશે ત્યારે પૂછશું.
થોડા સમય બાદ શ્રી વાસુપૂજ્ય સ્વામીના બે શિષ્ય રૂકુંભ અને સુવર્ણકુંભ નાગપુર નગરની બહાર ઉદ્યાનમાં આવીને સમોસર્યા. તે જાણું રાજા-રાણી પરિવાર સહિત તેઓને વક્ત કરવા ગયાં અને ધર્મોપદેશ સાંભળવા બેઠાં. ગુરૂપદેશ સાંભળી રહ્યા પછી રાજાએ ગુરૂદેવને પૂછયું કે-હે મહારાજ? આ મારી રાણી રોહિણીએ પૂર્વભવમાં એવાં શું સુકૃત્ય કર્યા છે કે જેથી
For Private And Personal Use Only