________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૫
એ કાંઈ પણ દુઃખ પામતી નથી. મારે પણ એના પર અથાગ પ્રેમ છે. પુત્ર પુત્રીનું પણ સુખ છે.
| મુનિરાજે કહ્યું કે હે રાજન? રહિણી પૂર્વ ભવે ઉજજ્યો ગિરિનગરીના રાજા પૃથ્વીપાલની સિદ્ધિમતી નામની રાણી હતી. એક વખત સિદ્ધિમતી રાણી સાથે પૃથ્વીપાલ રાજા વનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં રાજાએ એક સાધુને જોયા. તે ગુણસાગર નામના સાધુ માસક્ષમણના પારણા માટે નગર તરફ જઈ રહ્યા હતા. રાજાએ તેમને વદન કર્યું અને રાણીને કહ્યું કે–હે રાણ! આ મહાન ઋષીશ્વર છે, તેઓ જંગમ તીર્થ છે, માટે તું ઘરે જઈને તેમને શુદ્ધ આહાર આપ તે સાંભળી રાણી ખૂબ ગુસ્સે થઈ અને મનમાં વિચારવા લાગી કે આ મૂઠે કયા રંગમાં ભંગ પાડાવવા આવ્યો! મારા સુખમાં અંતરાય પાડવા આ કયાંથી આવી ચડ! આમ ગણગણતી રાણેએ પિતાની પાસે કડવું તુંબડું હતું તે તેમને વહેરાવી દીધું. તે લઈ આવીશ્વરે વિચાર્યું કે-આ અન્ન જયાં પઢવીશ ત્યાં અનેક જીવોનું મૃત્યુ થશે. એમ ચિંતવી પોતે જ તેને આહાર કરીને પારણું કર્યું. કડવા તુબડાંના વિષથી મુનિરાજ શુભધ્યાને મરણ પામી ને મેલે ગયા.
જ્યારે રાજાને આ વાતની ખબર પડી ત્યારે તેણે રાણીને પિતાના મહેલમાંથી બહાર કાઢી મૂકી રાણી જંગલમાં રખડવા લાગી અને આવા અઘોર પાપને લીધે થોડા દિવસમાં જ તેને કેટને અસહ્ય રોગ લાગુ પડશે. તેની વેદના અનુભવતા અનુંભવતા મરણ પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને તે રાણીને જીવ નરક, તિર્યચના અનેક ભાવોમાં રખડીને ચંડાલના ભાવમાં આવી તે ભવમાં નવકારમંત્રનું સ્મરણ કર્યું તેથી તે જ નગરમાં એક શ્રેષ્ઠીને ત્યાં પુત્રી તરીકે અવતરી તેનું નામ દુર્ગધા રાખ્યું.
For Private And Personal Use Only