________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
જ્યારે તે દુગધા યાવનાઅવસ્થા પામી ત્યારે તેના પિતાએ તેને વિવાહ કરવાની તૈયારી કરી લગ્ન સમયે જ્યારે વરની સાથે હમિલાપ થયો ત્યારે તેને હાથ અનિની જેમ બળવા લાગે, તેથી વરરાજા તેને હાથ પડતું મૂકીને નાશી ગયે. આ જોઈને સૌ વિસ્મય પામ્યાં અને વરને સમજાવવા લાગ્યાં, પણ તેણે કહ્યું કે હું વિષ ખાઈને મરીશ, ગળે ફાંસો ખાઈને મરીશ પણ આ કન્યાને હું કદિ પરણુશ જ નહી ? આ સાંભળી તેને પિતા તેને લઈને પોતાના ઘર તરફ પાછા ફર્યો.
| દુર્ગધાને પિતા પિતાની પુત્રીના લગ્ન માટે હંમેશાં ચિંતા કર્યા કરે છે પણ યોગ્ય સ્થાન મળે નહીં. એક દિવસ શેઠને ધરે બહુ સ્વરૂપવાન કઈ ભીખારી આવી ચડે તેને શેઠે પિતાને ત્યાં રાખી લીધું અને કહ્યું કે- જે તું મારા ઘરે રહીશ તે હું તને મારી પુત્રી પરણાવીશ શેઠે તેને સુંદર પિપાક પહેરાવ્યો અને પિતાના ઘેર રાખે. સુઅવસરે તેને પોતાની કન્યા પરણાવી. જ્યારે તે ભીખારી અને દુર્ગધાન મેલાપ થાય છે ત્યારે તે ભીખારીને ખૂબજ દુર્ગંધ આવવા લાગી, તેથી ભીખારીએ વિચાર કર્યો કે–અહીં રહેવા કરતાં ભીખ માગીને જ રહેવું સારું છે. આ સુખ મારે યોગ્ય નથી. આમ વિચારી ભીખારી સર્વ સુંદર પિષક અને આભૂષણે મૂકી પોતાના કપડાં પહેરીને ચાલી નીકળ્યું. આથી દુર્ગધ ખૂબજ રડવા લાગી. સવારે દાસી મારફતે તેના માતા પિતાને ખબર મળ્યા ત્યારે તેઓ પોતાની પુત્રીને કહેવા લાગ્યાં કે-હે વત્સ! કર્મના સિદ્ધાંત પાસે કોઈ માનવીનું કશું જેર ચાલતું નથી, માટે હાલ તું ધર્મકરણ કર ધર્મના પ્રભાવે સર્વ સુખ પ્રાપ્ત થશે. આ સાંભળી દુર્ગધા પણ મનમાં સંવેગ ભાવ ધરીને તપ, જપ વિગેરે કરવા લાગી,
For Private And Personal Use Only