________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
રાજકુમારેાતે છત્તાવતી બતાવતી તેના ગુણગાન ગાતી હતી. નાગપુરના વિતરશાક રાજાના પુત્ર અશેકકુમારને રાહિણીએ પોતાની વરમાળ પહેરાવી રેાહિણીને સુચાગ્ય વર મળ્યાથી સૌ અતિ હર્ષોં પામ્યાં. મધવા રાજાએ મહેાત્સવ પૂર્વક રાહિણીના લગ્ન કર્યા. સર્વે રાજાઓને તેઓને યોગ્ય હાથી, ધોડા વિગેરેનાં બેટાં આપીને માનભરી વિદાય આપી, અને અોકકુમારને પણ ઘણા હાથી, ઘેાડા, દાસ, દાસી, સાના રૂપાના ઘરેણાં વગેરે દાયો આપીને નાગપુર તરફ વિક્રાય કર્યા. અશેકકુમાર રાહિણી સાથે નાગપુર પહોંચ્યા એટલે વીતશેાક રાજાએ મહેાત્સવ પૂર્ણાંક પેાતાના કુવરના નગર પ્રવેશ કરાવ્યા. થાડા સમય બાદ વીતશેાક રાજાએ પેાતાના પુત્રને રાજ્યગાદી સોંપી અને વૈરાગ્યવાન થઇ દીક્ષા અંગીકાર કરી.
અશેક રાજા રાજ્ય વૈભવ ભોગવતા, રહિણી રાણી સાથે સસાર સુખ ભોગવતા નાગપુરમાં રાજ્ય કરવા લાગ્યા. તેને આઠ પુત્રા અને ચાર પુત્રી થઇ. તેના રાજ્યમાં પ્રજા સુખી હતી અને રામ રાજ્ય પ્રવતું હતું. તે રીતે રાજા રાણી સુખ ભાગવતાં રહેતાં હતાં.
એક દિવસ અશાક રાજા અને શહિણી રાણી પેાતાના મહેલના ઝરૂખામાં બેસીને નગર ચર્ચા જોતાં હતાં. મહેલની પાછળ એક વણિકનું ઘર હતું. તેને પુત્ર મરી ગયા હતા, એટલે તેના માતા, પિતા અને અન્ય સગાં સબધીએ માટે સાદે રડતા હતાં. તે સાંભળીને રાહિણીએ પેાતાના પતિને પૂછ્યું, કે હૈ સ્વામિન! આ તે કેવા પ્રકારનું નાટક કહેવાય ? આ સાંભળીને અરોાક રાજાએ કહ્યું કે હે રાણી ! તુ· અભિમાન ન કર અત્યારે તુ ધન અને યૌવનના મદથી ચકચૂર છે, પણુ મદ કરવા તે સમજી મનુષ્યા ને યેાગ્ય નથી. ખુલ્લુ' છે કેઃ
For Private And Personal Use Only