________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
પાંચ મેરૂ કરીને ચઢાવ્યા, તેર વખત શ્રી સિદ્ધાચલજીના સંઘ કાહાલ્યા, તેર સ્વામી–વાત્સલ્ય કર્યા. એવી રીતે ઘણાં પ્રકારે જ્ઞાનની ભક્તિ કરી, વળી ત્યારપછી પણ કેટલાક પૂર્વ વર્ષ લાગે વ્રત સહિત રાજ્ય પાળ્યું છેવટ પિતાના મહાન નામે પુત્રને રાજ્ય પદવી આપી પોતે શ્રી સુવ્રતા આચાર્ય ગુરુ પાસે ઘણું રાજ-પુરુષની સાથે દિક્ષા અંગીકાર કરીને દ્વાદશાંગી ભણ્યા. અનુક્રમે આચાર્ય પદવી પામ્યા. ત્યારપછી ક્ષપણું ચઢવાને અર્થે આઠમે ગુણઠાણે શુકલ ધ્યાન ધ્યાતા થકા ચારિત્ર પાળતાં. અનુક્રમે બારમે ગુણઠાણે ચઢી તેના અંત સમયે ચાર ઘાતિ કર્મ ક્ષય કરી તેમાં ગુણઠાણીના પ્રથમ સમયને વિષે કેવલજ્ઞાન પામ્યા.
પછી પૃથ્વી મંડલને વિષે વિહાર કરતાં ઘણું ભવ્ય જીવોને પ્રતિબંધ દેતા થકા સવ બહતિર લાખ પૂર્વનું આયુ પાળી ચિદમે ગુણઠાણે પાંચરસ્વઅક્ષર પ્રમાણે કાલમાં યોગ નિરોધ કરી શેષ રહેલા ચાર અઘાતી કમને ખપાવી શરીર ત્યાગી પૂર્વ મગ બંધન છેદન પ્રમુખ કરી એક યોજન પ્રમાણ લેકાંતે સિદ્ધક્ષેત્રને વિષે એક સમયમાં સાદિ અનંતમે ભાંગે જઈ સ્થિર થઈ રહ્યા. - એ રીતે પિંગલરાજાથી આ મેર તેરશનું વ્રત પ્રવર્તમાન થયું, તે પછી કેટલાએક કાલ પર્યત તે રત્નમય મેરૂ ચઢાવતા હતા, પછી કેટલાએક કાલ પર્યત સેનાને એરૂ ચઢાવતા હતા. હમણું તે કાલે વૃતના મેરૂ ચઢાવે છે. એ રીતે મેરૂ તેરશને મહિમા સાંભળીને હે ભવ્ય લોક શુભ ભાવે કરી વિધિપૂર્વક એ વ્રત અંગીકાર કરે, જેણે કરી ઈહ લેકે મનોવાંછિત સુખ-સંપદા થાય. અને પરલોકે દેવગતિનાં સુખ તથા મેક્ષરૂપ અનતા સુખની પ્રાપ્તિ થાય. આ ઈતિ
૧ મે તેરસની કયા સંપૂર્ણ. •
For Private And Personal Use Only