________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદાવર્ત કરવાં. દવે, ધૂપ, પ્રમુખ ઘણું પ્રકારની પુજા કરવી. એવી રીતે તેર મહિના પર્યત અથવા તેર વર્ષ પર્યત કરવું. અને શ્રી ઋષભદેવ સ્વામીનું પારંગતાય નમઃ એવું બે હજાર ગણણું ગણવું અથવા (૨૦) નવકારવાળી ગણવી. એવી રીતે મહિને મહિને કરે તે સર્વ કર્મને ક્ષય થાય.
આ ભવ તથા પરભવને વિષે સુખ– સંપદા પામે, વળી તેરશને દિવસે પિસહ કરે. પારણાને દિવસે ગુરુને પડિલાભી, અતિથિ વિભાગ કરી પારણું કરે એવાં ગુરુના વચન સાંભળી અનંતવીય રાજા પુત્રને વ્રત અંગીકાર કરાવી ગુરુને નમસ્કાર કરી પોતાને સ્થાનકે આ. તિહાં પિગલકુમારે પ્રથમ મહા વદી તેરશને દિવસે વ્રત આદર્યુંતેણે કરી પગના અંકુરા પ્રગટા. એમ તેર માસ પર્યત કર્યું ત્યારે સુંદર-રૂપવાન હાથ–પગ પ્રગટ થયા તે દેખી રાજા ઘણો હર્ષ પામે. ધર્મનો મહિમા દેખીને પરમ વૈરાગ્યવાન થયો થકો વિશેષપણે ધર્મ કરવા લાગ્યો. પછી (૧૬) સોળ મહિને પિંગલકુમારે ગુણસુંદરી કુમારીનું પાણી ગ્રહણ કર્યું, વળી તે કુમાર બીજી પણ ઘણું કુમારીઓનું પાણી ગ્રહણ કર્યું. ત્યારૂપછી અનંતવર્ય રાજાએ પિંગલકુમારને રાજ્ય સપીને પોતે ગાંગિલ મુનિ પાસે ચારિત્ર લીધું તે નિરતિચારપણે પાળીને શ્રી શત્રુંજય તીર્થને વિષે અણસણ કરી, કર્મ ખપાવી મેક્ષપદ પામ્યા. હવે પાછળ પિંગલ રાજા પણ પુત્રની પેઠે પ્રજાને પાળતા નીતિ પ્રમાણે, રાજ ચલાવે છે અને તેણે તેર વર્ષ પયત વિધિ સહિત મેર તેરશનું તપ કર્યું. તપ પૂર્ણ થયે પિતાની શકિત પ્રમાણે ઉજમણું કર્યું. તેર મહેતા શિખર બંધ ભગવાનના દેરાસર કરાવ્યાં, તેમાં તેર પ્રતિમાઓ સેનાની ભરાવી. અને તેર પ્રતિમા રૂપાની ભરાવી તથા તેર પ્રતિમા રત્નની ભરાવી,
For Private And Personal Use Only