________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશરથ રાજાનાં પુત્ર ભરત, શુક મુનિરાજ, શૈલજી, પંથક, રામચંક, દ્રવિડરાજા, નવ નારદ, પાંચ પાંડવ વગેરે મેક્ષે ગયા છે. ચૈત્રી પુનમને ઉપવાસ કરી જે પ્રાણી સિદ્ધાચલની યાત્રા કરે તે પ્રાણ નકર તિર્યંચની અશુભ ગતિને નાશ કરે છે. તે દિવસે મંત્રાક્ષરે પવિત્ર સ્નાત્રજળ ઘરમાં છાંટે તે મરકી વગેરેને ઉપદ્રવ ન થાય. સર્વદા છાંટે તે જીવ ઋદ્ધિ-વૃદ્ધિ, સુખ-સંપદા પામે. શુભ-ભાવથી આરાધના માંગલિક માલા વધે. મેક્ષના સુખ પામે. નંદીશ્વર દીપને વિષે શાશ્વતા ભગવાનને પૂજવાથી જે પુણ્ય થાય તેનાથી અધિક પુણ્ય ચૈત્ર સુદી પુનમે શત્રુંજય તીર્થ ઉપર ભગવાનની પૂજા કરવાથી થાય છે. બીજે ઠેકાણે રહેલો મનુષ્ય આ ચિત્રી પુનમે શ્રી ઋષભદેવની તથા પુંડરિક ગણધરની પૂજા કરે તે દેવતાની પદવી પામે. વિમલાચલ ઉપર રહીને ભક્તિ કરે તો તેથી ઘણું જ અધિક ફલ પામે. આ દિવસે કરેલું દાન, તપસ્યા – ધ્યાન, સામાયિક તથા જિનપૂજા વગેરે ધમકાય પાંચ કેડી ગુણ ફળને આપે છે. વળી જે જીવ શુદ્ધ વિધિથી ચૈત્રી પુનમનું આરાધન કરે તે જીવ પોતાના સ્થાનમાં બેઠો થકે ભાવના ભાવે તે પણું તીર્થ—યાત્રાનું ફળ પામે. માટે હે ભે! તમે આવા પ્રભાવશાલી રૌત્રી પુનમની આરાધના, કરી શાશ્વતા સુખને મેળવે.
ચૈત્રી પુનમની કથા સંપૂર્ણ.
For Private And Personal Use Only