________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
ઠેકાણે જે વર મળી જાય તે સગપણ કરી આવજે. એવું રાજાનું વચન અંગીકાર કરી તે વ્યાપારી તિહાંથી ચાલતા થયા, તે અનુક્રમે નગરે નગરે ફરતા ફરતા અયોધ્યા નગરીયે આવ્યા.
કાના મુખથી સારી સવારે મારિ સન્માન
- તિહાં સર્વ કરિયાણા વેચી ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી ફરી પિતાના દેશમાં ખપવા યોગ્ય એવા બીજા જાણીતા કરિયાણા લઈને પિતાને દેશ જવા માટે તૈયાર થયા. એટલામાં તે ગામમાં લેના મુખથી રાજકુમારનું અભૂત રૂપ સાંભળીને રાજાની પાસે જઈ તે કુમારની સંઘાતે ગુણસુંદરીનું સગપણ કર્યું રાજએ પણ તે વ્યાપારીઓને ઘણું આદર સન્માન આપ્યું તે તેના દાણ માફ કર્યા. તેથી વેપારી ઘણા ખુશી થઈને પિતાના દેશ ભણું ચાલ્યા. અનુક્રમે પિતાને નગરે આવીને રાજા આગળ તે સર્વ વૃત્તાંત કહ્યું ત્યારે રાજા પણ તે કુમારનું અદ્ભુત રૂપ તથા ગુણ સાંભળી ઘણે જ હર્ષ અને સંતોષ પામે. હવે અનુક્રમે તે કુમારી પરણવા યોગ્ય થઈ, તે વારે કુમારને તેડવા માટે રાજાએ પિતાના સેવક પુરુષોને અયોધ્યાએ મોકલ્યા. તેઓએ જઈ અનંત વીર્ય રાજાને વીનવ્યો કે હે મહારાજ! હવે આપના કુમારને પરણવા સારૂ વહેલા મેલે.
તે વાત સાંભળી રાજા પોતાના મનમાં ઘણો જ ઉદાસ થયે થકો તિહાંથી ઉઠીને પિતાના મહેલમાં એકાંત સ્થાનકે જઈ પિતાના પ્રધાનની આગળ સર્વ મનની વાત કહીને પૂછ્યું કે હવે એને શા ઉપાય કરે. આપણે પુત્ર તે પાંગલે છે તેને શી રીતે પરણવીએ ! અને કન્યા કોણ આપશે ? એવી વાત સાંભળી પ્રધાને કાંઈક વિચાર કરી તેડવા માટે આવેલા સેવક પુરુષોને બોલાવીને કહ્યું કે અમારો કુમાર હાલ ઘેર નથી, તે તે
For Private And Personal Use Only