________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેર તેરશની કથા.
પ્રથમ ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરીને તળંતર જ્ઞાનના દાતા ગુરુ તથા ભગવાનની વાણું જે સરસ્વતી દેવી, તેમનું ચિત્તને વિષે સ્મરણ કરીને શ્રી મેર તેરશની કથા કહીએ છીએ. તિહાં આઠ મહાપ્રાતિકાર્યો કરી બિરાજમાન, ત્રણ જગતના ગુરુ એવા શ્રી મહાવીર સ્વામી, તેમણે જેવી રીતે પરંપરા પ્રથમ થઈ ગયેલા તીર્થકરો કહેતા આવ્યા ને તેવી જ રીતે મહા વદી તેરશના દિવસનું માહાસ્ય શ્રી ગૌતમસ્વામી આગળ કહ્યું ને તેમ હું પણ કહું છું.
: શ્રી ઋષભસ્વામી પછી પચાસ લાખ કોડાકોડી સાગરોપમને આંતરે શ્રી અજીતનાથ નામે તીર્થકર થયા. તે આંતરાની વચ્ચે શ્રી અયોધ્યા નગરીને વિષે ઈક્વાકુ વંશમાં કાશ્યપ ગોતરી અનંત વય એવા નામે રાજા થયો. તે રાજા ઘણું હાથી, રથ,
ડાં અને પાયક પ્રમુખ મોટી સેનાને ધણી હતો. વળી પાંચસે રાજા તેની સેવામાં હતા, એવો તે રાજા મહા–બળવાન હો, તેની પાંચસે રાણીઓ હતી. તેમાં પ્રિયમતી નામે રાણી મુખ્ય પટરાણી હતી; વળી તે રાજાને ચાર બુદ્ધિને નિધાન એ ધનંજ્ય નામે ચતુર પ્રધાન હતા.
એવી રીતે તે રાજા સુખશયા રાજ્ય પાળે છે. હવે એક સમયને વિષે તે રાજાના મનમાં એસટી ચિંતા ઉત્પન્ન થઈ, થકે એ રાણીને પુત્ર જન્મે. તે વારે વધામણુયે જઈ તે રાજાને વધામણ આપી કે મહારાજ આપને ઘરે પુત્ર પ્રસવ થયો, તે સાંભળી રાજા થણે જ હર્ષ પામે. પછી રાજાએ માટે
For Private And Personal Use Only