________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ૦
જન્મ–મહોત્સવ કર્યો, બારમે દિવસે સર્વ કુટુંબને જમાડીને તે કુમારનું પિંગલ રાજ એવું નામ પાડ્યું. પછી કુમારને અંતે ઉરમાંહિ જ રાખે, પણ બહાર કાઢે નહિ. તેથી ત્યાંના લોકે રાજાને પૂછવા લાગ્યા ને આપ આપના કુમારને બહાર શા માટે કાઢતા નથી.
ત્યારે તેને રાજાએ કહ્યું કે અમારા કુમારનું અતિ-અભૂત રૂપ છે, તેથી કોઈની નજર લાગે, માટે અમે બહાર કાઢતા નથી. એ વાતની તે નગરમાં સર્વત્ર પ્રસિદ્ધિ થઈ ગઈ, એ અવસરમાં તે અયોધ્યા નગરીથી સવાસો બેજન દૂર કેાઈ મલય નામે દેશ છે, તેમાં એક બ્રહ્મપુર નામે નગર છે. તેને વિષે ઈવાક વશીએ કાશ્યપ ગેત્રીય સત્યરથ એવા નામે રાજા છે, તેની ઈન્દુમતી નામે પટરાણું છે, તેની કુખે ગુણસુંદરી નામે પુત્રી ઉત્પન્ન થયેલી છે, તે કુમારી અધિક રૂપ લાવણ્ય ગુણોયે કરી સંયુક્ત છે. અને વળી તે રાજાને પણ પુત્ર નથી, માત્ર એક પુત્રી જ છે, તેથી માતા-પિતાને ઘણું જ વલ્લભ છે. હવે તે પુત્રી અનુક્રમે ભણીગણીને સ્ત્રીની ચોસઠ ક્લામાં પ્રવીણ થઈ અને એવનાવસ્થામાં પણ આવી એવી રીતની કુમારીને જોઈને તેના પિતાએ તેની સમાન સ્વરૂપવાન વર પરણાવવા માટે કોઈ એક રાજકુમારની શોધ કરવા માંડ્યો, પરંતુ ક્યાંઈ પણ તે પુત્રીને
ગ્ય વર મળ્યો નહિ. તેથી રાજાને પુત્રીને યોગ્ય વર મળવા માટે ઘણી જ ચિંતા થવા માંડી. એવા અવસરને વિષે તેહી જ નગરના રહેનારા વ્યાપારી ગાડાઓને વિષે નાના પ્રકારના કરિયાણા ભરીને વ્યાપાર કરવાને અર્થે દેશાન્તર ચાલ્યા, તે વ્યાપારીયોને બોલાવીને રાજાએ કહ્યું, કે તમે દેશાન્તર જાઓ છો માટે આપણી કુમારી ગુણસુંદરી છે, તેને યોગ્ય કાઈ પણ
For Private And Personal Use Only