________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭પ
વચન બેલે આ પ્રકારને ધર્મો ઉપદેશ સાંભળીને રાજા ગુરુ પ્રત્યે પુછતા હતા કે હે સ્વામી મારે પુત્ર કેવા પ્રકારના કર્મો કરી પાંગલો થયો હશે. તે સાંભળી ગાંગિલ મુનિ ચાર જ્ઞાનના ધણું તે કુમારના પુર્વભવ કહેવા લાગ્યા કે હે રાજન આ જંબુ દ્વીપના અરવિત ક્ષેત્રમાં અચલપુર નામના નગરને વિષે મહેન્દ્ર વજ નામે રાજા હતા તેની ઉમયા નામે પટરાણીને સામતસિંહ નામે કુમાર હતો. એકદા તે કુમારને નિશાળે ભણવા જતા માગમાં જુગારી લેક મળ્યા તેની સંગતથી તે જુગાર રમવા શિખે એમ અનુક્રમે તેને નીચ જનેની સંગતથી સાતે દુર્વ્યસન સેવવા માંડયા પછી રાજાએ તેના વ્યસન વર્જન કરવા માટે ઘણા ઉપાય કર્યા તથાપિ તે વ્યસન મુકે નહીં. વળી રાજાએ ઘણું શીખામણ પણ દીધિ પરંતુ કુમારે માની નહીં તે વારે દુર્બેસન સેવવાથી તે પુત્રને અયોગ્ય જાણીને દેશ બહાર કાઢી મુક્યો તે પણ તે ગ્રહણ કરેલા વ્યસનોને છોડતું નથી. પછી તે કુમાર ઘણા દેશોમાં ફરતા ફરતે શીવપુર નગરે આવ્યો. ત્યાં પાચક નામે શેઠે તેના સુંદર રૂપ આકાર દેખીને જાણ્યું જે આ કોઈ ઉત્તમ પુરૂષ છે વળી આનું શરીર ઘણું સુકુમાર છે માટે એનાથી કોઈ પણ મહેનતનું કામકાજ થઈ શકશે નહીં. એ વિચાર કરી પિતાના ઘરની પાસે ભગવાનનું દેરાસર હતું તેની પુજા કરવા માટે તેને પોતાના ઘરે રાખે પણ તે કુમાર દુષ્ટાત્મા છે તેથી ભગવાન પાસે મુકેલા જે ચોખા, સોપારી, ફળ, પ્રમુખ હેય. તે છાના લઈ જઈને વેચી નાખે તેનું જે દ્રવ્ય ઉપજે તેણે કરી જુગાર રમે, એમ કરતાં ઘણાં દિવસ વહી ગયા. તે વારે પંચ કેશવને તે વાતની ખબર પડી તેથી શેઠે કુમારને કહ્યું કે હે ભેળા જે મણી દેવ દ્રવ્ય પ્રમુખ ખાય તે પ્રાણી ઘણે કાલ સંસારમાં પરિભ્રમણ કરે તે હવે આજ
For Private And Personal Use Only