________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડિકદમણું કરવા વગેરે દિવસ રાત્રીના કર્તવ્ય કરવા. પારણને દિવસે મુનિ–મહારાજને વહેરાવીને પારણું કરવું. આ પ્રમાણે પંદર વર્ષ સુધી તપસ્યા કરવી, તપસ્યા પુરી થાય ત્યારે શક્તિ પ્રમાણે ઉજમણું કરવું. આ તપથી જે દરિદ્ર હોય તે ધનવાન થાય. પુત્ર, કલા, સૈભાગ્ય યશ-કિતા વધે. સ્ત્રી-ભરતારનો વિયોગ ન થાય. શાક, રોગ, વિધવાપણું, મૃતવત્સપણું વગેરે દોષોને નાશ થાય. વળી વિષકન્યાપણું. તથા ભૂત, પ્રેત, શાકિની, ડાકિની વગેરેનાં દોષ નાશ પામે. ભાવથી આ ચૈત્રી પુનમની આરાધના કરનાર સ્વર્ગના તથા મેક્ષના સુખ પામે છે.”
શ્રી ગણધર મહારાજની વાણી સાંભળીને હર્ષિત થએલી કન્યાએ કહ્યું કે, “હે મહારાજ ! હું આ તપ કરીશ.” ગુરુ પાસે તપ અંગીકાર કરીને ગુરુને નમને તે માત – પિતા સાથે ઘેર ગઈ. પછી ચૈત્રી પુનમ આવી ત્યારે ભાવપૂર્વક આરાધના કરી.
જ્યારે તપ પૂરો થયો ત્યારે ઉજમણું કર્યું. સિદ્ધગિરિની યાત્રા કરી ઋષભદેવનું ધ્યાન ધરીને રહી. છેવટે અનશન કરી આયુ પૂર્ણ થયે સૌધર્મ દેવલોકે દેવતાં થઈ. ત્યાં દેવ સંબંધી ભોગો ભોગવી આયુ પુર્ણ થયે મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ વિજ્યમાં વસંતપુર નગરમાં નરચંદ્ર રાજા રાજ્ય કરે છે. તે નગરમાં તારાચંદ નામે શેઠની તારા નામની ભાર્યાની કૂખને વિષે પુત્રપણે ઉપજશે. તેનું પૂર્ણચંદ્ર નામ થશે. બહેતર કળાને જાણ કાર થશે. પદર ક્રોડ દ્રવ્યને સ્વામી થશે. પંદર સ્ત્રીઓ અને પાદર પુત્ર પામશે. ઘણું સુખ ભોગવશે. છેવટે જય સમુદ્ર નામના ગુરૂ પાસે દીક્ષા લઈને ચારિત્ર પાળી મેલે જશે.
બીજા પણ ઘણાં જીવો રોગી પુનમનું તપ કરીને મેસે ગયા છે. વળી આ તીર્થ ઉપર શ્રી કૃષ્ણના પુત્ર શાંબને પ્રદ્યુમ્ન,
For Private And Personal Use Only