________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૫
જેથી તેણી લગ્ન મંડપમાં જ હાથ મેળાવા વખતે જ વિધવા થઈ? ' એમ પુછયું. તે વખતે ચાર જ્ઞાની શ્રી પુંડરિક ગણધરે કહ્યું કે, “દરેક જીવે જેવું કર્મ બાંધ્યું તેવું ભોગવ્યાં વિના છૂટકે નથી. અશુભ કર્મનું ફળ પણ અશુભ જ હેય. દરેક જીવ પોતે કરેલા શુભાશુભ કર્મનાં ફળ પામે છે. બીજા તે નિમિત્ત માત્ર છે. હું એને પૂર્વ ભવ કહું તે સાંભળ.
“જબુદ્ધીપમાં પૂર્વ મહાવિદેહમાં ચંદ્રકાતા નગરીને સમરથસિહ નામને રાજ હતું. તેને ધારણ નામે રાણી હતી. તેજ નગરમાં પરમ શ્રાવક મહાધનવાન ધનવાહ નામે શેઠને ચંદ્રશ્રી અને મિત્રશ્રી નામની બે સ્ત્રીઓ હતી. તે બન્ને વારા પ્રમાણે પતિ સાથે વિષયસુખ ભોગવતી હતી. પરંતુ એક દિવસે કામવશ થયેલી ચશ્રી મર્યાદા મુકીને શેક્યને વારો હતે છતાં શેઠ પાસે ગઈ. શેઠે તેને કહ્યું કે “આજ તારો વાર નથી તે છતાં મર્યાદા મુકીને કેમ આવી ” કામવશ થએલી ચંદ્રશ્રીએ કહ્યું કે “એમાં મર્યાદા શી? શેઠે તેને કહ્યું કે " કુલવંતને મર્યાદા છેડવી યોગ્ય નથી. તેથી ગુસ્સે થએલી તે વીલા એ પાછી ફરીને મિત્રશ્રી ઉપર ઘણો 6ષ રાખવા લાગી.
કેટલાએક દિવસ પછી પિતાને ઘેર ગયેલી ચંદ્રશ્રીએ મંત્ર, તંત્ર, કામણ વગેરે કરીને મિત્રશ્રીના શરીરમાં ડાકણને પ્રવેશ કરાવ્યો, તેથી શેઠ શોભા રહીત થએલી. મિત્રશ્રીને ત્યાગ કરીને ચંદ્રશ્રીને વશ થયાં. પાછળથી શેઠે ખરી હકીકત જાણી તેથી ચંદ્રશ્રીને ત્યાગ કર્યો. આ ચંદ્રથી શ્રાવક ધર્મ પાળવા લાગી. કરેલા પાપને આવ્યા સિવાય મરણ પામી તારી પુત્રી રૂપે ઉત્પન્ન થઈ છે. એણે પૂર્વ ભવમાં મિત્રશ્રીને પતિને વિયેગ
For Private And Personal Use Only