________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩
ઉપવું. દેવોએ સમવસરણની રચના કરી. સેવકે ભરત રાજાને પ્રભુને કેવલજ્ઞાન ઉપજ્યાની ખબર આપી. તે વખતે બીજા સેવકે આયુધશાલામાં ચક્રરત્ન ઉત્પન્ન થયાની હકીક્ત હતી. બનને વધામણીઓ સાથે આવવાથી ભરત રાજા પ્રથમ કોનો મહોત્સવ કરે તેના વિચારમાં પડ્યાં તેમણે વિચાર્યું કે ચક્રરત્ન તે કર્મબંધનું કારણ અને આ ભવમાં જ લાભદાયી છે. પરંતુ તીર્થકરનાં કેવળજ્ઞાનનો ઉત્સવ તે આ લોક અને પરલેકમાં લાભદાયી છે. આવું વિચારી પ્રભુને વાંદવા જવાની તૈયારી કરી.
પછી પુત્રનાં વિયોગથી જેમનાં બે પડલ વન્યાં છે. તથા પોતાનાં પુત્રની બીલકુલ કાળજી રાખતો નથી એમ કહીને વારંવાર ઠપકો આપતા મારદેવી માતાને “ચાલે તમારા પુત્રની ઋદ્ધિ દેખાડુ” એમ કહીને હાથી ઉપર બેસાડીને ભરતરાજા ચતુરંગી સેના લઈને પ્રભુને વાંદવા ગયા. દેવદુદુભીને નાદ સાંભળી મારદેવીએ ભરતરાજાને પુછ્યું કે “આ શું વાગે છે,?, તે વખતે ભરત રાજાએ કહ્યું કે તમારા પુત્રને કેવલજ્ઞાન થયું છે. તેથી દેવદુ દુભીને આ ધ્વનિ સંભળાય છે. તમે તમારા પુત્રની ઋદ્ધિ જુઓ. માતાને હર્ષનાં આંસુ આવ્યાં. તેથી પડલ ઉતરી જતાં પુત્રની અદ્ધિ જોઈ. તે વખતે હું પુત્રની પાછળ આંધળી થઈ અને આટલી ઋદ્ધિવાળા પુત્રે તે મારી ખબર પણ પુછી નહિ એવી અન્યત્વ ભાવના ભાવતાં શુલ ધ્યાનથી કેવલજ્ઞાન પામી અંતકૃત કેવલી થઈ મેક્ષે ગયા. ભરત મહારાજાએ માતાના શરીરને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું.
પછી ભરત મહારાજા સમવસરણમાં આવ્યાં. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ વિધિપૂર્વક વાંદીને પિગ્ય સ્થાને બેઠાં. ભગવાને
For Private And Personal Use Only