________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
ઘાતકીખંડમાં દક્ષિણ ભરૌંધમાં વિજયપુર નામના નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા, તેને ચંદ્રાવતી નામે રાણી હતી. તે નગરમાં સુર નામે મેટો વ્યાવહારી (વેપારી) રહેતો હતો, તે ઘણે ધનવાન તથા દેવગુરુને પરમ ભક્ત હતા.
તે શેઠે એક્વાર ગુરુને પુછયું કે, “મારાથી રાજ ધર્મ બની શકતો નથી, માટે મને એક દિવસ કહે કે જે દિવસે કરેલો ધર્મ ઘણાં ફળવાળો થાય.” તે વખતે ગુરુએ તેને મૌન એકાદશીને મહીમા કહ્યો. તે દિવસે ચેવિહાર ઉપવાસ, આઠ પહેરને શિષધ કરવો વગેરે વિધિ જણાવી. શેઠે આદરપુર્વક તે તપ શરૂ કર્યો, અને વિધિપૂર્વક તે તપની આરાધના કરી આયુષ્ય પૂર્ણ થયે શેઠ મરણ પામીને આરણ નામના અગિયારમાં દેવલોકમાં દેવ થયા.
ત્યાં દેવતાઈ સુબે ભેગવીને આયુષ્ય પૂર્ણ થયે જબૂદીપના ભરતક્ષેત્રોમાં સૌરીપુર નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રતિમતિ સ્ત્રીની કુક્ષીમાં પુત્રાપણે ઉત્પન્ન થયું. તે વખતે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઈ, તેણીએ પુર્ણ માસે સુંદર પુત્રને જન્મ આપ્યો. મધ્ય-રાત્રે બાલકના નાલને છેદીને ભૂમિમાં દાટતાં નિધાન નિકળ્યું, તેનાથી પુત્રને મોટો જન્મોત્સવ કર્યો, ગર્ભમાં હતા ત્યારે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઈ તેથી તે બાળકનું સુવત નામ પાડયું. - પાંચ ઘાવ માતાથી લાલન-પાલન કરાતા તે સુવ્રત આઠ વર્ષ થયો ત્યારે મેટા ઉત્સવપૂર્વક નિશાળે ભણવા મૂક્યો, ત્યાં તે સઘળી કળાઓ શીખે. અનુક્રમે યુવાવસ્થામાં આવ્યા ત્યારે પિતાએ ૧૧ સુંદર કન્યાઓ પરણાવી. તેમની સાથે
For Private And Personal Use Only