________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
ધર્મ-ધ્યાનમાં નિશ્ચલ રહ્યાં. ચોરે ધન લઈને ચાલવા લાગ્યા, પરંતુ શાસન દેવીએ ચોરોને થંભાવી દીધાં. તેથી તેઓ ત્યાંથી ખસી શક્યાં નહીં. - સવારે શેઠ કુટુંબ સાથે ધર્મશાલાએ જઈ ગુરુને વાંદીને પિસહ પારીને જ્ઞાનની પૂજા કરી ઘેર આવ્યાં, ચોરને તેવી જ
અવસ્થામાં ઉભેલા જોયાં. પરંપરાએ આ વાત રાજા પાસે ગઈ, રાજાએ ચોરોને પકડવા માટે સુભટોને મોકલ્યાં, રાજા સુભટોને ન મારે એ ચરો ઉપર શેઠને દયાભાવ થવાથી સુભટે પણ શેઠના તપના પ્રભાવે થંભી ગયાં. આ વાત જાણીને રાજા પોતે ત્યાં આવ્યો. શેઠે રાજાને આદર સત્કાર કર્યો, શેઠે રાજાને નમીને ચરોને અભયદાન અપાવ્યું. શેઠની ઈચ્છા જાણી શાસન દેવે ચરો તથા સુભટોને મુક્ત કર્યા. સર્વ સ્વસ્થાને ગયાં, આથી જનશાસનને મહિમા વધે.
એકવાર મૌન એકાદશીને દિવસે નગરમાં આગ લાગી તે, આગ ફેલાતી ફેલાતી શેઠ પિસહમાં રહ્યાં છે ત્યાં સુધી આવી પહોંચી. લેકેએ શેઠને ઘરમાંથી નીકળી જવા કહ્યું, પરંતુ શેઠ તે કુટુંબ સહિત કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યાં. શેઠના ધર્મના પ્રભાવથી તેમના ઘર, હાટ, વખારે, પિષધશાલા વગેરે સઘળું બચી ગયું તે સિવાય બધું નગર બળી ગયું.
પ્રભાતે શેઠની સઘળી સંપત્તિ બચી ગએલી જેઈને સર્વ લે કે આશ્ચર્ય પામ્યાં. શેઠની ધર્મશ્રદ્ધાના વખાણ કરવા લાગ્યાં, આ વાત જાણીને રાજા પણ મંત્રી સામતાદિ પરિવાર સાથે શેઠને ત્યાં આવ્યો તે પણ શેઠની સર્વ સંપત્તિ અખંડ રહેલી જોઈને આશ્ચર્ય પામ્યો, એ જૈનધર્મના વખાણ કર્યા. અને આજે જનધમને પ્રભાવ નજરે જો એમ બેલવા લાગ્યાં.
For Private And Personal Use Only