________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
મીન એકાદશીના દેવવંદનના ચનાર
પં. રૂપવિજ્યજી. આમનું જન્મસ્થાન તેમ જ માતા – પિતા વગેરેની બીના પ્રાપ્ત થતી નથી, પરંતુ તેમને દીક્ષા પર્યાય લગભગ પચાસ વર્ષને હશે, કારણ કે તેમના ગુરુ સં. ૧૮૬૨ ના ચૈત્ર સુદ પાંચમના દિવસે સ્વર્ગવાસી થયા છે. અને તેઓશ્રી સં. ૧૯૦પ માં સ્વર્ગવાસી થયા છે. તેઓએ સ્નાત્રપૂજા, પંચકલ્યાણક પૂજા, પંચજ્ઞાન પૂજા, પીસ્તાલીશ આગમ પૂજા, વીશ સ્થાનક પૂજા વગેરે અનેક કૃતિઓ બનાવી છે. વળી પૃથ્વીચંદ્ર ચરિત્ર સંસ્કૃત ભાષામાં ગદ્યમાં બનાવ્યું છે. તેમ જ તેઓશ્રીને પં. કીર્તિવિજય ગણિ, ૫. અમીવિજય ગણિ, ૫. ઉદ્યોતવિજ્ય, મેહનવિજય (લટકાળા) વગેરે શિષ્ય હતાં. આજે વિજ્યપદને શોભાવનારા ઘણું ખરા મુનિઓ પ્રાયઃ તેઓશ્રીની પરંપરાનાં છે. તેઓશ્રી સંબંધી વિશેષ હકીક્ત પ્રાપ્ત થઈ નથી.
મૌન એકાદશીની કથા” ચૌમાસી ચઉદશ વીત્યા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે. આ દિવસે પ્રાણ
વીશીઓના તીર્થકરોના ૧૫૦ કલ્યાણક થયા છે, તેથી આ દિવસ એ શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ કરનારને ૧૫o ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફળને આપનારા આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ. આ તિથિની આરાધના કરનાર સૂર શેઠની કથા ટૂંકાણમાં કહેવાય છે—
એકવાર બાવીસમાં શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકામાં સમોસર્યા, તે વખતે કૃષ્ણમહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠાં. પ્રભુએ ૧૩
For Private And Personal Use Only