________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યમય દેશના આપી, દેશનાને અને કૃષ્ણ પુછયું કે, “હે ભગવન ! વર્ષના ૩૬૦ દિવસોમાં એ ક્યો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ તાદિ તપ ઘણું ફળ આપે?” જ્વાબમાં પ્રભુએ જણાવ્યું કે, “હે કૃષ્ણ! માગશર સુદ એકાદશીને દિવસ સર્વ પમાં ઉત્તમ છે કારણ કે તે દિવસે ત્રણ ચાવીશના તીર્થકરોના ૧૫૦ કલ્યાણકે આવે છે. તે આ પ્રમાણે-- ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીમાં આ દિવસે ૧ – અઢારમાં શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઈ છે, ૨–એકવીશમાં શ્રી નેમિનાથને કેવલજ્ઞાન થયું છે, ૩ – ઓગણીશમાં શ્રી મલ્લીનાથને જન્મ થયો છે, ૪– ૫ – તેમની દીક્ષા તથા કેવલજ્ઞાન પણ તે જ દિવસે થયા છે. એમ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં પાંચ કલ્યાણક થયાં છે. એક પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રે અને પાંચ અરાવતક્ષેત્રમાં પાંચ પાંચ કલ્યાણક થયા હોવાથી પo થયાં. આ પ્રમાણે વર્તમાન વીશીના પo થાય છે. એ પ્રમાણે અતીત્ત (ગએલી) ચોવીશીમાં પ થાય છે અને અનાગત (આવતી) વીશીમાં પo થશે. તેથી કુલ ૧૫. કલ્યાણ કે આ દિવસે થયાં છે. માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ દોઢસે ઉપવાસનું ફળ મળે છે. પરંતુ આ તપની વિધિપૂર્વક જેઓ આરાધના કરે છે, તેમનાં ફળનું તે કહેવું જ શું? આ તપ ૧૧ વર્ષ પુરા થાય છે. આ દિવસે મુખ્યતાએ મૌન જાળવવાનું હોવાથી મૌન એકાદશી કહેવાય છે.
- કૃષ્ણ મહારાજે ફરીથી પ્રભુને પૂછયું કે, “હે ભગવત! પૂર્વ કોઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કરી છે ? તેમ જ આરાધના કરવાથી તેને શું ફળ મળ્યું છે તે કૃપા કરી જણાવે.
ત્યારે ભગવતે આ પવની આરાધના કરનાર સુર શેઠની કથા કહી તેને સાર આ પ્રમાણે–
For Private And Personal Use Only