________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને એકાસણનું ફળ મળતું નથી. તેમ જે જે વસ્તુ મળતી નથી અને તેથી વાપરે નહિ પરંતુ નિયમ કર્યો ન હોય તો તેનું ફળ પણ મળતું નથી. (આ બાબતમાં વકચૂલનું દષ્ટાંત અન્ય ગ્રંથીથી જાણવું.)
વિશેષમાં વર્ષ ચોમાસામાં અષ્ટપ્રકારી પૂજા, દેવવંદન, સ્નાત્ર–મહોત્સવ, ગુરુને વંદન, નવીન જ્ઞાનાભ્યાસ, બ્રહ્મચર્યનું પાલન, ઉકાળેલું પાણી પીવું તથા સચિત્તને ત્યાગ કરે. આવા નિયમે અવશ્ય કરવાં, આ નક્ષત્ર બેસે થકે રાયણ તથા કેરીનો ત્યાગ અવશ્ય કરો. કારણ કે વૃષ્ટિ થવાથી રાયણમાં ઈયળ તથા કેરીના રસમાં તેના રસ સમાન વર્ણવાળા જંતુઓ ઉત્પન્ન થાય છે. વળી આ વર્ષ ચોમાસામાં બીજા પણ પાપકારી કાર્યોને ત્યાગ કરવો અથવા તેમ ન બને તે તેમાં સક્ષેપ કરે,
વિશેષમાં ફાગણ ચોમાસાથી કારતકી પૂર્ણિમા સુધી પાન – ભાજી વગેરે તથા તલને પણ ત્યાગ કરે. કારણ કે તેમાં ઘણું ત્રસ જીવોની વિરાધનાને સંભવ છે.
જે કે ત્રણે ચોમાસીઓ યથાયોગ્ય વિધિ વડે આરાધવા ગ્ય છે, તે પણ તેમાં શરૂઆતમાં તિથિઓ જેવી. તિથિઓ ત્રણ પ્રકારે છે– તેમાં બે ચતુદશી, બે અષ્ટમી, અમાવાસ્યા તથા પૂણિમા. એ છ ચારિત્ર તિથિઓ (ચારિત્રને આરાધવા યોગ્ય તિથિઓ) છે. બીજ, પાંચમી અને એકાદશી એ જ્ઞાન તિથિઓ (જ્ઞાન આરાધવાની તિથિઓ) છે. બાકીની દશન તિથિઓ છે. તેમાં દર્શનની આરાધના કરવી.
For Private And Personal Use Only