________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
ઉપરાંત છ આવશ્યકે તથા પાષધ વગેરે તેમ જ બીજી પણ જે જે બની શકે તે તે ધર્મ-ક્રિયાઓમાં વિશેષ ઉદ્યમ રાખ.
ઈતિ ચોમાસી કથા. હાલમાં પવવિજ્યજી દેવવંદન ચાલુ છે તેથી અહીં પદ્મવિજયજી દેવ વંદન લખવામાં આવેલ છે.
અથ શ્રી પદ્યવિજયજી વિરચિત. કાર્તિક સુદ ૧૪ ચૌમાસી દેવવંદના પ્રારંભ ક.
બાર માસની અંદર ત્રણ ચૌમાસી આવે છે– કાર્તિક સુદ ૧૪, ફાગણ સુદ ૧૪, અષાડ સુદ ૧૪ તથા છ અઠ્ઠાઈ આવે છે. તેમાં ત્રણ ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ તે એક કાર્તિક સુદ ૭ થી ૧૫, બીજી ફાગણ સુદ ૭ થી ૧૫, ત્રીજી અષાડ સુદ ૭ થી ૧૫, ચોથી પયુષણ પર્વની અઠ્ઠાઈ, શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા વદ ૪, પાંચમી ચૈત્ર સુદ ૭ થી ૧૫, છઠી આસો સુદ ૭ થી ૧૫, ચૈત્રી તથા આસોની બે અઠ્ઠાઈઓ તે શાશ્વતી છે એમ છ અઠ્ઠાઈ કહી છે. તે દિવસોમાં સચિત્તનો ત્યાગ, બ્રહ્મચર્ય અમારી પડહ, તપ, જિનપૂજા, ગુરુવંદન વ્યાખ્યાન શ્રવણ સામાયિક. પિષધ અતિથિવિભાગાદિક નિયમો વિગેરે ધર્મકરણી અવશ્ય વિશેષે કરીને કરવી જોઈએ. અષાડ ચોમાસું બેઠું કે સાધુ આદિકન વિહાર બંધ થઈ એક ઠેકાણે સ્થિત રહેવામાં આવે છે અને કાર્તિક સુદ ૧૪ પૂર્ણ થયા પછી વિહાર કરવાની છૂટી થાય છે તથા તેનો કાળ આ પ્રમાણે છે–
પાણીને કાળ ચાર પહેરને થાય છે. સુખડીને કાળ એક માસને, કામળીને કાળ ચાર ઘડીને, પલ્લા પાત્રા ઉપરના
For Private And Personal Use Only