________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
નિયમ કરશે. આ કાળમાં સર્વ દિશાઓમાં જવાને નિધિ કર્યો છે. કહ્યું છે કે “વર્ષાઋતુમાં સર્વ જીવોની દયા માટે એક સ્થાનકે રહેવું.”
પ્રથમ બાવિસમાં શ્રી નેમિનાથના ઉપદેશથી કૃષ્ણમહારાજાએ ચોમાસામાં દ્વારકાની બહાર નહિ નીકળવાને નિયમ ગ્રહણ કર્યો હતો, તેવી જ રીતે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસરીશ્વરજીની પાસે ગુર્જરેશ્વર કુમારપાળે પણ અષાઢ ચોમાસામાં નગર બહાર નહિ જવાનો નિયમ લીધા હતા. તેનો ટૂંક સાર આ પ્રમાણે છે
“અષાઢ ચોમાસામાં સંકટ આવ્યા છતાં વ્રત નહિ મૂકનાર કુમારપાળ નરેશની કથાને સાર."
એકવાર પાટણનગરમાં ચોમાસું રહેલા શ્રી હેમચંદ્રસુરીશ્વરે કુમારપાળ રાજાની આગળ છઠ્ઠા દિમૂવિરમણ વ્રતનું વર્ણન કરતાં જણાવ્યું કે, “વિવેકી પુરુષોએ જીવદયાના પાલન માટે છઠ્ઠા વ્રતનું ગ્રહણ કરવું જોઈએ, તેમાં પણ વર્ષાઋતુમાં તે અવશ્ય ગ્રહણ કરવું જોઈએ. ગુરુના વચન સાંભળીને કુમારપાળ ભૂપાળે પણ ગુરુ પાસે નિયમ ગ્રહણ કર્યા કે નગરના સર્વ ચિત્યોને વંદન તથા ગુરુને વંદન કરવા સિવાય નગરમાં કયાંય પણ ચોમાસાની અંદર હું ફરીશ નહીં.
કુમારપાળે ગ્રહણ કરેલ નિયમની વાત બધે ફેલાઈ ગઈ, તે અભિગ્રહની તથા ગુજરાતની સમૃદ્ધિની વાત ચરના મુખથી સાંભળીને ગિઝનીના રાજાએ ગુજરાત દેશ ભાંગવાને સારો લાગે છે, એવું જાણીને ગુજરાત તરફ પ્રયાણ કર્યું. પિતાના ચરના મુખથી આ હકીકત જાણીને ચિન્તાતૂર રાજા પ્રધાનને લઈને ગુરુ પાસે આવ્યા. ગુરુને વંદન કરીને હકીક્ત જણાવીને કહ્યું કે, “જે
For Private And Personal Use Only