________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
એક વખત વસુદેવસૂરિ સંથારામાં સુતા હતા, તે વખતે એક સાધુ આગમન અર્થ પૂછવા આવ્યા, તેમને તેનો અર્થ જલદી સમજાવ્યો. તે મુનિના ગયા પછી બીજા મુનિ સદેહ પૂછવા આવ્યા, તેમનું સમાધાન કર્યું. તેવામાં ત્રીજા સાધુ આવ્યા, એ પ્રમાણે અનેક સાધુઓ આવ્યા ને પૂછીને ગયા.”
આથી કંટાળેલા ગુરુના મનમાં એવો વિકલ્ય આવ્યો કે મારો મોટોભાઈ કાંઈ ભણ્યા નથી તેથી તે કૃતાર્થ છે અને સુખી છે, તેને નિરાંતે ઉંઘવાનું મળે છે. તે મૂર્ખ હેવાથી તેને કોઈ પૂછતું નથી, તેથી કોઈ પ્રકારની માથાફેડ તેમને નથી. તે મરજી મુજબ ખાય છે અને ચિત્તની શાંતિમાં રહે છે. આવું મૂર્ખાપણું મને પણ મળે તે ઘણું સારું, કારણ કે મૂર્ખાપણુમાં મુખ્ય આઠ ગુણે રહેલાં છે– (૧) મૂખ નિશ્ચિત્ત હેય છે, (૨) ઘણું ખાઈ શકે છે, (૩) લજજા રહિત મનવાળે હેય છે, (૪) રાત – દિવસ સુઈ રહે છે, (૫) કાર્યકાર્યની વિચારણામાં આંધળે અને બહેરે હોય છે, (ક) માન અને અપમાનમાં સમાન હોય છે, (૭) રોગ રહિત હોય છે, (૮) મજબૂત શરીરવાળો હોય છે.” . “આવું વિચારીને મનમાં નક્કી કર્યું કે હવેથી કોઈને ભણાવીશ નહિ, પૂર્વનું ભણેલું ભૂલી જઈશ, નવું ભણીશ નહિ, ત્યારપછી બાર દિવસ મૌન રહ્યા. આ પ્રકારના રૌદ્ર ધ્યાનમાં પાપની આલોચના કર્યા સિવાય, મરીને તે વસુદેવસૂરિ તમારા પુત્ર થયા છે. પૂર્વ ભવમાં બાંધેલ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદ્યથી તે અત્યંત મૂખ અને કુષ્ટ રેગી થયેલ છે. મેટભાઈ વસુસાર મરીને માન સરોવરમાં હસ થયો છે. કર્મની વિચિત્ર ગતિ છે"
For Private And Personal Use Only