________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
ઉપર પ્રમાણેના ગુરુના પિતાના પૂર્વ ભવને જણાવનારા વચનો સાંભળીને વરદત્તકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ક્ષણ માત્ર મૂછ પામીને સ્વસ્થ થઈને કુમારે ગુરુને કહ્યું કે ગુરુનું વચન સાય છે.
રાજાએ ગુરુને પૂછયું કે “આ કુમારના શરીરના રોગો ક્યારે નાશ પામશે? અને અમને શાંતિ ક્યારે મળશે તે કૃપા કરી જણાવે.” ત્યારે દયાળુ ગુરુ મહારાજે કહ્યું કે તપના પ્રભાવથી રોગો નાશ પામશે અને સંપત્તિની પ્રાપ્તિ થશે, કારણ કે કહ્યું છે કે “તપના પ્રભાવથી જે દૂર હોય, જે દુકબે આરાધાય તેવું હોય તે સઘળું તપ વડે સાથ બને છે.” ગુરુએ વરદત્તકુમારને પણ જ્ઞાન–પચમીને તપ કરવાનું કહ્યું, કુમારે પણ તે તપ કરવાનું ગુરુ પાસે અંગીકાર કર્યું. રાજા, રાણું અને બીજા લેકેએ પણ તે તપ કરવાનું અંગીકાર કર્યું. ત્યારપછી
સ્વાસ્થાને ગયા.
વિધિપૂર્વક પંચમીનું તપ કરતાં કુમારના સવે રોગ નાશ પામ્યા, શરીર સુંદર થયું. જ્ઞાનાવરણીય કર્મને સારા ક્ષપશેમ થવાથી તે સઘળી કળા શીખે તથા અનેક રાજકન્યાઓ પર. રાજાએ વરદત્તને રાજ્ય સોંપી ત્રિ લીધું, વરકરે પણ લાં કાળ રાજ્યનું પાલન કર્યું. દરેક વર્ષે ઉત્સાહપૂર્વક વિધિ સાથે પચનું આરાધન કરતાં છેવટે પુત્રને રાજ્ય સોંપી વરદત્તકુમારે પશુ દીક્ષા લીધી. ' ' આ તરફ ગુણમજરીના મહારાણો પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા તેથી તે અતિ રૂપવતી થઈ તે મેટા ઉત્સવપૂર્વક જિનચન્દ્ર સાથે પરણું, તેણે પણ તપનું આરાધન કરી લાંબો કાળ ગૃહનું સુખ જોગવી ચારિત્ર ગ્રહણ કર્યું. આ પ્રમાણે વરદત્ત તથા
For Private And Personal Use Only