________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
શ્રી વિજયભામારિ વિરચિત શ્રી જ્ઞાનપંચમી દેવવંદન પ્રારંભ.
પ્રથમ વિધિ પ્રથમ બાજોઠ ઉપર ઠવણુ મૂકી તેની ઉપર રૂમાલ ઢાંકી, તેની ઉપર પાંચ પુસ્તક મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએ. પાંચ દીવેટને દી કરીએ, તે દવે જ્યણુપૂર્વક પુસ્તકની જમણી બાજુએ સ્થાપીએ અને ધૂપધાણું ડાબી બાજુએ મૂકીએ. પુસ્તક આગળ પાંચ અથવા એકાવન સાથિયા કરી ઉપર શ્રીફળ તથા સોપારી મુકીએ. યથાશક્તિ જ્ઞાનની દ્રવ્યપૂજા કરીએ, પછી દેવ વાંધીએ. સામાયિક અથવા પસહ મધ્યે વાસપથી પુસ્તક પૂજીને દેવ વાંદીએ અથવા દેહર મળે ત્રણ બાજોઠ ઉપરાઉપરી માંડી તે ઉપર પાંચ જિનમૂર્તિ સ્થાપીએ તથા મહાઉત્સવથી સ્નાત્ર ભણાવીએ. પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડયુ હૈયા તેની પણ વાસક્ષેપ પ્રભુ પૂજા કરીએ. તથા ઉજમણું માંડયું હેય તો ત્યાં પણ યથાશક્તિ જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજ ભણાવીને પછી શ્રી ભાગ્યપચમીના દેવ વાંધીએ.
હવે દેવ વાંદવાને વિધિ કહે છે, * પ્રથમ પ્રતિમાની જોગવાઈ ન હોય તે સ્થાપનાચાર્ય સમીપે અથવા નવકાર ચેન્દ્રિય વડે સ્થાપના સ્થાપીને ઈરિયાવહી પડિક્કમ, ચાર નવકાર અથવા એક લોગસ્સને કાઉસ્સગ્ન કરી, પ્રગટ લોગસ્સ કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સદિસહ ભગવન! મતિજ્ઞાન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં, ઈચ્છે એમ કહી, મુદ્રાએ બેસી ચૈત્યવદન કરીએ તે આ પ્રમાણે,
For Private And Personal Use Only