________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
એમ વિચારી તે અમારે ઉપાશ્રયે આવીને તે લાડવા માગ્યાં. અમે તને કહ્યું કે અમારા જેવો થાય તે ખાવાનું આપી તેથી ખાવાની લાલચે તે અમારી પાસે દીક્ષા લીધી. અમે તને લાડવા ખાવા આપ્યાં. ઘણે ભુખે હેવાથી તે હદ ઉપરાંત લાડવા ખાધા. તેથી રાત્રીએ વિષુચિક્કા ( ઝાડા ઉલટી) થઈ સાધુઓ તથા શ્રાવકે તારી વેયાવચ્ચ કરવા લાગ્યાં, તે વખતે તે વિચાર કર્યો કે “મને કઈ ખાવાનું આપતું ન હતું, પરંતુ મેં આ વેશ ધારણ કર્યો તે સાધુઓ તથા શ્રાવકે મારી કેટલી વૈયાવચ્ચ કરે છે. આ સાધુ વેશ ઘણે ઉત્તમ છે.” આવા શુભ વિચારમાં તેજ રાત્રીમાં મરણ પામી તું અહીં સંતતિ રાજા થયા છે. આ પ્રમાણે તે ચારિત્રના કારણભૂત સાધુ વેશની અનુમોદનાં કરી તેનું તને આ ફળ મળ્યું છે.'
તે વખતે સંપ્રત્તિ રાજાએ ગુરૂને કહ્યું કે, “આપની કૃપાથી મને રાજ્ય વગેરે અદ્ધિ મળી છે. માટે તમે તે રાજ્ય ગ્રહણ કરે.’ આચાર્ય મહારાજે કહ્યું કે, “હે રાજા ! અમને તે અમારા શરીર ઉપર પણ મમતા નથી તે રાજયને શું કરીએ. અમારે રાજયની ઈચ્છા નથી. એ રાજય તે તમને તમારા પુણ્યથી મળ્યું છે. પરંતુ હવે ફરીથી પણ તમે સમક્તિ ધારણ કરે. અને જૈન શાસનની પ્રભાવના કરી ધર્મને દીપા. સગુરૂની પાસે ધર્મ સાંભળે. દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ કરે. વળી પર્વ દિવસે તે ધર્મકરણ વિશેષતાથી કરે."
ઉપર પ્રમાણેનાં ગુરૂનાં વચન સાંભળી સમિત્તિરાજાએ ગુરૂને પૂછ્યું કે, “પયુષણદિક પર્વ તો જિન આગમમાં પ્રસિદ્ધ છે. પરંતુ દિવાલી પર્વ શાથી થયું ? તે દિવસે લકે નવાં વર તથા ઘરેણાદિક શા માટે પહેરે છે. તથા દીવાઓ શા માટે
For Private And Personal Use Only