________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાગણ સુદ પાંચમને ગુરૂવારે આચાર્ય પદવી આપી. તેમનું જ્ઞાનવિમલસૂરિ નામ રાખ્યું, તે વખતે શેઠ નાગજી પારે આચાર્ય પદને મહોત્સવ કર્યો હતો,
તેમને વિહાર ઘણાં ભાગે સુરત, અમદાવાદ, પાટણ, સાદડી, રાધનપુર, ખંભાત, ધાણેરાવ, શાહી, પાલીતાણું, જુનાગઢ વગેરે સ્થળોમાં થયે છે, તેમના ઉપદેશથી સુરતનાં શેઠ પ્રેમજી પારેખે સં. ૧૭૭૭ માં શ્રી સિદ્ધાચલને સંધ કાર્યો હતો. તે સંઘનું વર્ણન કવિ દીપસાગરગણુનાં શિષ્ય સુખસાગર કવિએ પિતાના પ્રેમવિલાસ નામના રાસમાં કર્યું છે પાલીતાણામાં તેમનાં હાથે જિનપ્રતિમાની સારવાર પ્રતિષ્ઠા થઈ છે. તેમણે છેલ્લું ચોમાસું ખંભાતમાં સં. ૧૭૮૨ માં ક્યું ત્યાં આસો વદમાં ૮૮ વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસી થયા. ત્યાં શ્રાવકોએ તેમનાં પગલાં યુક્ત દેરી ખંભાતમાં સકકરપરામાં કરાવી જે આજે વિદ્યમાન છે.
તેઓશ્રીએ ઘણાં ગ્રંથ રચ્યાં છે (૧) નરભવ દ્રષ્ટાંતમાળા, (૨) પાક્ષિક વિધિ પ્રકરણ (૩) સાધુ વદન રાસ તથા (૪) ઉપાસક દશાંગ બાથ વગેરે ૧૩ ગ્રંથ નવિમલગણું અવસ્થામાં રહ્યાં છે. તથા ૭૫૦૦ લેક પ્રમાણ પ્રશ્ન વ્યાકરણ વૃત્તિ, તથા સંસારદાવા વૃત્તિ વગેરે ૧૫ ગ્રંથ આચાર્યપણામાં બનાવ્યાં છે. તે સિવાય અનેક સ્તવને, સજઝાયો, થયો વગેરે બનાવ્યાં છે. આ પ્રમાણે ગુજરાતી પદ્ય સાહિત્યમાં તેમણે મટે ફાળો આપ્યો છે. તેમનું વિશેષ ચરિત્ર જાણવા ઈચ્છનારે વીજાપુરને ઈતિહાસ તથા ૫. મુક્તિ વિમલગણી સંગ્રહિત પ્રાચીન સ્તવન સંગ્રહ જેવા.
For Private And Personal Use Only