________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
શ્રી ચોવીશમાં તીર્થકર શ્રીમાન મહાવીર સ્વામીનું અમાવાસ્યાની રાત્રીએ નિર્વાણ પદ એટલે (મક્ષ ગમન) થયેલું અને તે જ રીતે ગુરુ મહારાજશ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલું છે વિગેરે કારણોથી આ મહાન પર્વ પ્રવર્તલું છે. તેની ઘણું હકીક્ત દવાલ આદિ બીજા ગ્રંથાન્તરોથી જાણી લેવી. અહીં તે માત્ર તે પર્વમાં શું શું વિદ્યમાન કરવું તે તે કાર્યો કરવાથી શું શું ફલ ડાપ્ત થાય છે વિગેરે ટુકામાં જણાવવામાં આવશે. તેમાં પ્રથમ દરેક જન-બંધુઓ વિશેષ કરીને વેપારી વગવાળા હેવાથી નામાઠામા માટે વહીપુજન એટલે ચોપડાનું પૂજન કરે છે. વાસ્તવિક રીતે તે જ્ઞાનપૂજન જ કરે છે, પરંતુ મિથ્યા-દશનીના સંગથી અને જૈન વિધિ નહીં જાણવાથી બ્રાહ્મણે પાસે મિથ્યાત્વ વિધિથી સરસ્વતી પૂજન કરાવે છે. પરંતુ તેમ કરવું જોઈએ નહીં પણ જન વિધિ માટે જ શારદા (સરસ્વતી) પુજન કરવું જોઈએ તેટલા માટે આ વિધિ પ્રથમ મુકવામાં આવ્યો છે.
શુભ મુહૂર્ત (સારા ચેઘડીએ) પ્રથમ ચોપડે શુદ્ધ બાજોઠ ઉપર પૂર્વ અગર ઉત્તર દિશા તરફ સ્થાપવો. પડખે ઘીને દિપક તથા ધૂપ રાખ. પૂજા કરનારે પિતાના જમણા હાથે નાડાછડી બાંધવી અને પછી મનહર લેખણ લઈ નીચે લખ્યા મુજબ નવીન ચોપડામાં લખવું.
શ્રી પરમાત્માને નમ:, શ્રી ગુરુભ્યો નમ:, શ્રી સરસ્વત્યે નમ: શ્રી ગાતમસ્વામીની લબ્ધિ હે, શ્રી કેસરીઆઇનો ભંડાર ભરપૂર છે જે શ્રી ભરત ચક્રવર્તીની શુદ્ધિ હેજે, શ્રી બાહુબલીનું બલ હેજે, શ્રી અભયકુમારની બુદ્ધિ હેજે, શ્રી કવન્ના શેઠનું સૈભાગ્ય હે, શ્રી ધન્ના શાલીભદ્રની સંપત્તિ છે. આટલું લખ્યા પછી નવી સાલ, મહીને, દીવર્સ વગેરેથી પૂર્ણ કરવું.
For Private And Personal Use Only