________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ પણ સીનેરમાં ચૈત્ર સુદ ૯ ને ગુરૂવારે આપવામાં આવ્યું, તેઓ સંવત ૧૮૬૮ માં પાલીમાં સ્વર્ગવાસ પામ્યા.
૬૪ મી પાટે વિજયઋદ્ધિસૂરિ થયા. તેમના બે પટ્ટધર થયા- (૧) સૈભાગ્યસૂરિ, (૨) પ્રતાપસૂરિ વિજય સૈભાગ્યસૂરિના વિજયલક્ષ્મસુરિ અને વિજ્ય પ્રતાપસૂરિના વિજ્ય ઉદયસૂરિ થયા, ઉદયસૂરિના સ્વર્ગવાસ પછી સં. ૧૯૪૮માં તેમની પાટ પર વિજયલમીસરિ આવ્યા. તેઓશ્રીએ વિંશતિ સ્થાનક, ઉપદેશ પ્રાસાદ, પટ્ટાવલિ વગેરે ઘણી સંસ્કૃત કૃતિઓ રચેલી છે.
તેઓએ ગુર્જર ભાષામાં પૂજા, સ્તવને, ઢાળીયાં વગેરે અનેક કૃતિઓ બનાવી છે, તે વિદ્યમાન છે. પ્રસ્તુત દેવવદનમાળામાં જ્ઞાન પચમીના દેવવંદન પણ તેઓશ્રીએ બનાવ્યા છે, તેથી તેમને ટૂંક પરિચય અહીં આપ્યો છે. તેમનું વિશેષ ચરિત્ર જનયુગ, ઐતિહાસિક રાસમાળા વગેરેમાંથી જિજ્ઞાસુઓએ જાણવું.
આ જ્ઞાન–પચમીની આરાધના કરી વરદત્ત અને ગુણમજરી શ્રેષ્ઠ મેક્ષ પદવી પામ્યા છે. અહીં પ્રસંગ હોવાથી જ્ઞાન–પંચમીના દેવવદનની શરૂઆત કરતા પહેલા તે બન્નેએ જ્ઞાનની વિરાધના કરવાથી કેવા દુઃખ ભોગવ્યા અને પછીથી જ્ઞાનની આરાધના કરવાથી કેવા સુખે ભેગવી તે મેક્ષ પામ્યા તે સંબંધી તેમની જીવન-કથા ટુંકમાં આ પ્રમાણે
“વરદત્ત ગુણમંજરીની જીવન કથા”
બીપમાં ભરતક્ષેત્રમાં પદ્મપુર નામે પ્રસિદ્ધ નગરમાં અજિતસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને રૂપ લાવણ્યવાળી
For Private And Personal Use Only