________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
ચોસઠ કળામાં નિપુણ યશોમતી નામે રાણું તથા વરદત્ત નામે કુમાર હતા. તે પાંચઘાવ માતાએથી લાલન-પાલન કરાતે આઠ વર્ષનો થયો. તે વખતે માતાપિતાએ શુભ મુર્તિ વિદ્યાભ્યાસ કરવા માટે પંડિત પાસે મૂકો. પડિત પણ વરદત્ત રાજાને કુવર હેવાથી તેને ખંતથી ભણાવવા લાગ્યો. પરંતુ કુમારને એક અક્ષર પણ મેઢે ચઢતા ન હતા તેથી ન્યાય વ્યાકરણ વગેરે ભણવાની તે શી આશા? વરદત્તકુમારે પૂર્વભવમાં તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધેલ હોવાથી તે ભણી શક્યો નહીં. એમ વર્ષો જતાં અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યું, તે વખતે શરીરે કે રોગ થવાથી તે દુઃખમાં દહાડા કાઢવા લાગે.
તે જ નગરમાં સાત કોટી સુવર્ણ માલિક સિંહદાસ નામે ઉત્તમ શેઠ હતું, તેને કપૂરતિલકા નામની સ્ત્રીથી ગુણમંજરી નામે એક પુત્રી હતી, તે જન્મથી રોગી અને મુંગી હતી. અનેક જાતના ઉપચાર કરવા છતાં તેની અસર થઈ નહિ તેથી તે દુઃખ ભોગવતી. યુવાવસ્થાને પામી, પરંતુ કોઈ તેને પરણવા તૈયાર થયું નહિ. તેથી પરિવાર સાથે તેના માબાપ દુઃખી થાય છે.
એવામાં એકવાર ચાર જ્ઞાની શ્રી વિજયસેનસૂરિ નામના ગુરુ મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે પુત્ર તથા પરિવાર સાથે લઈને રાજા તેમ જ પુત્રીની સાથે સિંહદાસ ગુરુને વંદન કરવા આવ્યા, નગર લેકે પણ વંદન કરવા આવ્યા. મેં યોગ્ય સ્થાનકે બેઠા, તે વખતે ગુરુ મહારાજે ધર્મ દેશના આપવા માંડી. - “હે ભવ્ય પ્રાણીઓ ! નિર્વાણને ઈચ્છતા જીવોએ જ્ઞાનની આરાધનામાં ઉદ્યમ કર જોઈએ. જે છે તે જ્ઞાનની મનથી વિરાધના કરે છે, તેઓ ભવાન્તરમાં વિવેક રહિત શૂન્ય મનવાળા થાય છે. જેઓ જ્ઞાનની વચનથી વિરાધના કરે છે, તેઓ
For Private And Personal Use Only