________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
મૂંગાપણું તેમ જ મુખના રોગને પામે છે. તેમ જ જયણા વિના કાયાથી જેઓ વિરાધના કરે છે, તેમના શરીરમાં દુષ્ટ કાઢ વગેરે રોગ ઉત્પન્ન થાય છે માટે પિતાનું ભલું ઈચ્છનારે જ્ઞાનની વિરાધના કરવી નહીં.”
ગુરુ મહારાજની ઉપર પ્રમાણેની દેશના સાંભળી સિંહદાસ શેઠે પૂછ્યું કે “હે પ્રભો ! આ મારી પુત્રી ગુણમંજરી ક્યા કર્મથી રોગી તથા મુંગી થઈ છે ? " જવાબમાં ગુરુએ ગુણમંજરીને પૂર્વભવ નીચે પ્રમાણે કહ્યો–
ઘાતકીખંડના પૂર્વાર્ધમાં ભરતક્ષેત્રમાં એક નામના નગરમાં જિનદેવ નામે ધનવાન શેઠ રહેતો હતો. તેને સુંદરી નામે ત્રીથી પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ. ભણવા લાયક થયા ત્યારે શેઠે પાંચ પુત્રોને ગુરુ પાસે ભણવા માટે નિશાળે મુક્યાં. તેઓ કાંઈ ભણતા નહિ, પરસ્પર રમત કરતા અને ગુરુ ઠપકે આપે અથવા શિક્ષા કરે ત્યારે માં પાસે આવીને ગુરુ અમને મારે છે એવી ફરિયાદ કરતા. આથી માતા ગુરુને ઠપકો આપતી અને છોકરાના પુસ્તકો વગેરે બાળી નાખતી. શેઠે આ વાત જાણુને સ્ત્રીને ઠપકો આપતા કહ્યું કે– “પુને અભણ રાખીશું તે તેમને કન્યા કેણ આપશે ? એ વેપાર કેવી રીતે કરશે?” તે વખતે શેઠાણી બોલી કે– “તમે જ પુત્રોને ભણુને? કેમ નથી ભણાવતા?” અનુક્રમે પુત્રે મોટા થયા પરંતુ તેમને અભણ જાણી કઈ કન્યા આપતું નથી. તે વખતે શેઠે સ્ત્રીને કહ્યું કે- “તે જ પુત્રોને ભણવા દીધા નહીં તેથી તેમને કોઈ કેન્યા આપતું નથી.” ત્યારે તે શેઠને વાંક કાઢીને કહેવા લાગી કે- “પુત્રે પિતાને સ્વાધીન હોય છે, તે તમે તેને કેમ ભણવ્યા નહીં ?” ઉલટા પિતાને વાંક કાઢતી સ્ત્રી ઉપર ગુસ્સે થયેલાં શેઠે કહ્યું કે- “હે પાપિણી ! પિતાનો દોષ છતાં તું
For Private And Personal Use Only