________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, આ ચાર ગતિમાં આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુવિધ આહારને ત્યાગ કર. ૬ ૦
કોઈ પ્રકારના જીવ સમુદાયને વધ કર્યા વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણ કરવાના કારણરૂપ અને દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. એ ૬૧ છે
જે આહારનો ત્યાગ કરવાથી દેવેનું ઈન્દ્રપણું પણ હથેળીમાં હોય તેવું થાય છે, અને મોક્ષસુખ પણ સુલભ થાય છે, તે ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. ૬૨
જુદા જુદા પ્રકારનાં પાપ કરવામાં પરાયણ એ પણ જીવ જે નમસ્કાર મંત્રને અંત સમયે પણ પામીને દેવપણું પામે છે, તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૫ ૬૩
સ્ત્રીઓ મળવી સુલભ છે, રાજ્ય મળવું સુલભ છે, દેવપણું પામવું સુલભ છે, પણ નવકાર મંત્ર પામવો દુર્લભમાં દુર્લભ છે. તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણ કર. / ૬૪ છે
એક ભવમાંથી બીજા ભવમાં જતાં ભાવિકોને જે નવકારમંત્રની સહાયથી પરભવને વિષે મનવાંછિત સુખ સંભવે છે, તે નવકાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. તે ૬પ
જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલે અલ્પ થાય છે, અને જે મોક્ષના સુખને સત્ય કરી આપે છે, તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મરણ કર. ૬૬ છે
આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને તું સલ પાપ વિસરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. / ૬૭
પચ પરમેષ્ઠીનું સ્મરણ કરવામાં તત્પર એ રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવલોકમાં ઈપણું પામ્યો. ૬૮
For Private And Personal Use Only