________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
તેની સ્ત્રી રાનવતી પણ એજ પ્રકારે આરાધીને પાંચમા કલ્પને વિષે સામાનિક દેવપણું પામી, ત્યાંથી રવીને બને મેલે જશે. ૬૯
આ સવેગ ઉત્પન્ન કરનાર સામસૂરિએ રચેલી પર્યતારાધનાને જે રૂડી રીતે અનુસરશે તે મેક્ષ-સુખ પામશે.
પર્યનારાધના” સમાપ્ત.
નવસ્મરણ સ્તોત્રાદિ વિભાગ સમાપ્ત.
દેવવંદન વિભાગ
( દિવાળીનાં દેવવંદનના કર્તા) શ્રી જ્ઞાનવિમલ સૂરિનું જીવન ઝરમર ટુંકમાં
આ સૂરિના જન્મ સં. ૧૬૯૪ માં ભિન્નમાલ શહેરમાં થયો હતો. તેમનું મૂળ નામ નાથમાં હતું. તેમના પિતા વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. તેમની વિશા ઓશવાળ જ્ઞાતિ હતી. તેમણે સં. ૧૭૦૨ માં આઠ વર્ષની ઉમર ધીરવિમલ પાસે દીક્ષા લીધી. નવિમલ નામ પાડયું. તેમણે અમૃતવિમલ ગણું તથા મેરવિમલ ગણુ પાસે અભ્યાસ કર્યો. તેમને સં. ૧૭૨૭ નાં મહા સુદી ૧૦ મે તપાગચ્છાધિપતિ આચાર્ય વિજય પ્રભસૂરિએ સાદડી પાસે ઘારાવ ગામમાં પરડિત (પન્યાસ) પદ આપ્યું. તેમના ગુરૂ ધીરવિમલ ગણ સં. ૧૭૩૯ માં સ્વર્ગ વાસી થયા છે.
આચાર્ય વિજયપ્રભુસૂરિની આજ્ઞાથી મહિમાસાગરસૂરિએ પાટણ પાસે આવેલા સડેસર (સંડેર) માં સ. ૧૭૪૪ ના
For Private And Personal Use Only