________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હવે શ્રી ગૌતમસ્વતી દેવીના મુખથી ભગવતનું નિર્વાણ જાણુને વિચારવા લાગ્યા કે, “હે પ્રભુમને અંતકાલે વેગળ કાઢો! હું તમારે ભક્ત તેને જ તમેએ દૂર કાઢો. હું તમારા મોક્ષમાં ભાગ તે પડાવવાને નહે. વીર વીર એ પ્રમાણે બોલતાં બોલતાં વિચાર આવ્યો કે પ્રભુ તે વિતરાગ હતાં અને હું તો રાગવાળ છું, વીતરાગને સ્નેહ ક્યાંથી હોય? મારી જ મોટી ભૂલ હતી કે અત્યાર સુધી હું સમજે નહિ. એ પ્રમાણે એકત્વ ભાવનામાં આગળ વધતા ક્ષપક શ્રેણિમાં ચઢી કેવલજ્ઞાન પામ્યાં, આ કારતક સુદ (૧) ની પ્રાતઃકાલનો સમય હતે.
આ પ્રમાણે પ્રભુ શ્રી મહાવીર સ્વામીનાં મેક્ષ કલ્યાણક નિમિતે આસો વદ અમાસના દિવસે દીપાલિકા - દિવાળીનું પર્વ લેકમાં શરૂ થયું. વળી દેવોએ તે વખતે ભગવાનને નિર્વાણ મહત્સવ કર્યો. તથા સુદ પડવાને દિવસે ગૌતમ સ્વામીને કેવલ મહોત્સવ કર્યો. તેથી લોકોમાં આ દિવાળી પર્વ શરૂ થયું.
પ્રભુનું નિર્વાણ સાંભળીને ભગવાનના ભાઈ નરદિવર્ધન રાજાએ શોકાકુલ થઈને પડવાને દિવસે ઉપવાસ કર્યો. સુદર્શનાબહેને કારતક સુદ બીજને દિવસે દિવર્ધનને પિતાને ઘેર જમાડીને શોક દૂર કરાવ્યા. તે દિવસથી લોકોમાં ભાઈ બીની પ્રવૃત્તિ શરૂ થઈ.
આ પર્વમાં આ વદ ચૌદશ તથા અમાવસ્યાને દિવસે છઠ્ઠ કરીને અષ્ટ-પ્રકારી પૂજા કરીએ. પચાસ હજાર ફૂલની શ્રતજ્ઞાનની પૂજા કરીએ. ગૌતમસ્વામીને સુવર્ણ કમલમાં સ્થાપીને ધ્યાન ધરીએ. ચોવીશ જિનના પટ આગળ પ્રત્યેક જિન આશ્રયી પચાસ હજાર અક્ષત એટલે કુલ બાર લાખ અક્ષત મૂકી તેની ઉપર, દીવો મૂકી શ્રી ગૌતમસ્વાતીનું આરાધન કરવું. આ આરાધનાથી સર્વોત્કૃષ્ટ સંપત્તિ તથા પરંપરાએ પરમ-પદ-મેક્ષ મળે છે.
For Private And Personal Use Only