________________
૧૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર અધિગમગુરુ-ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત.
કઈ જીવને બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક રીતે અને કેઈ જીવને ગુરુ-ઉપદેશ આદિ બાહા નિમિત્તથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અંતરંગ અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. વિશિષ્ટ શુભ આત્મપરિણામ અંતરંગ નિમિત્ત છે. ગુરુ–ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત છે. આ બે નિમિત્તોમાં કેટલાક જીવને બાહ્યનિમિત્ત વિના કેવળ અંતરંગ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે. કેટલાક ઇવેને બાહા નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી સમ્યદર્શન પ્રગટે છે. આમ સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તે કેઈને પણ ન પ્રગટે. કેવળ અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે નિસર્ગ સમ્યગ્દર્શન. બાહો નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે અધિગમ સમ્યગ્દર્શન. આમ થવામાં તે તે જીવનું તથાભવ્યત્વ કારણ છે. આગળ બીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં જીના ભાવેનું સ્વરૂપનું વર્ણન આવશે. તેમાં જીવના પાંચ ભાવેનું વર્ણન છે. આ પાંચ ભાવમાં પરિણામિક નામને એક ભાવ છે. તેના ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે ભેદે છે.
ભવ્ય અને અભિવ્ય એમ બે પ્રકારના જીવે છે. ભવ્ય એટલે મેક્ષ પામવાને યોગ્ય. મેક્ષની સામગ્રી મળતાં જે જે જીવે મોક્ષ પામી શકે તે ભવ્ય. અભવ્ય એટલે મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org