________________
પ્રથમ અધ્યાય
ઔષધના સેવન વિના માત્ર ઔષધના જ્ઞાનથી આરોગ્ય ન થાય. (૨) જેમ નગરના માર્ગનું જ્ઞાન હોવા છતાં જે પંથ ન કાપે–બેસી રહે તે ઈષ્ટ સ્થાને પહોંચી શકે નહિ, તેમ જ્ઞાની પણ ચારિત્રહીન હોય તે મુક્તિ ન પામે. (૩) આથી જ આગમમાં ચારિત્રહીન જ્ઞાનીને ચંદનને બેજ ઉઠાવનાર ગધેડાની ઉપમા આપી છે. (૪) જેમ સેંકડો પણ દીવાઓ આંખ વિના નિરર્થક છે, તેમ ઘણું પણ જ્ઞાન ચારિત્ર વિના નિરર્થક છે. (૫) કેવલ જ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી સર્વસંવર રૂપ ચારિત્ર ન આવે ત્યાં સુધી મુક્તિ થતી નથી.
અહીં નયવિચારણા પૂરી થાય છે. નાના વિજ્ઞાનમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે નયે પ્રમાણન વિભાગરૂપ છે. પ્રમાણસિદ્ધ પદાર્થ જ નો વિષય બને છે. નમાં અપેક્ષાનું બહુ મહત્વ છે. અપેક્ષા નયવિજ્ઞાન શાસ્ત્રના પ્રાણ રૂપ છે. અપેક્ષા બદલાતાંની સાથે જ નય બદલાઈ જાય છે. નાનું વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવા નયકર્ણિકા વગેરે ગ્રંથનું સંગીન અધ્યયન અનિવાર્ય છે. [૩૪-૩૫
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org