________________
૪૪૦
શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર શકા અને વિચિકિત્સામાં તફાવત –શંકા અને વિચિકિત્સા એ બંનેમાં શંકા તે છે જ, પણ શંકાને વિષય ભિન્ન ભિન્ન છે. શંકા અતિચારમાં શંકાને વિષય પદાર્થો કે ધર્મ છે. જ્યારે વિચિકિત્સા અતિચારમાં શંકાને વિષય ધર્મનું ફળ છે. અર્થાત્ શંકા રૂપ અતિચારમાં પદાર્થની કે ધમની શંકા હોય છે, અને વિચિકિત્સામાં ધર્મના ફળની શંકા હોય છે. અથવા વિચિકિત્સા એટલે જુગુપ્સા. સાધુ-સાધ્વીનાં મલિન શરીર–વસાદિને જોઈને દુર્ગછા કરવી. તથા આ લેકે પાણીથી સ્નાન પણ કરતા નથી, સચિત્ત પાણીમાં ભલે દેષ હેય, પણ અચિત્ત પાણીથી નાન અને વસ્ત્રપ્રક્ષાલન કરે તે શે વધે આવે ? એમ તેમની નિંદા કરવી.
(૪) અન્યદષ્ટિ પ્રશંસા:-સર્વજ્ઞપ્રણીત દર્શન સિવાયના અન્ય બૌદ્ધ આદિ દર્શનની પ્રશંસા કરવી. જેમ કે–તેઓ પુણ્યવાન છે. તેમને જન્મ સફળ છે. તેમને ધર્મ શ્રેષ્ઠ છે. તેમનામાં દાક્ષિણ્યતા વગેરે ગુણે રહેલા છે. ઈત્યાદિ રૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશંસા કરવી. આવી પ્રશં. સાથી અપરિપકવ બુદ્ધિવાળા છે તેમના ગુણેથી આકર્ષાઈને સમ્યગ્દર્શન ગુણ ગુમાવી દે એ સુસંભવિત છે. આથી અન્યદષ્ટિની પ્રશંસા અતિચાર છે.
(૫) અન્યદષ્ટિ સંસ્તવ –સંસ્તવ એટલે પરિચય. અન્યદર્શનવાળા લેકેની સાથે રહેવું, પરિચય રાખવે. તેમની સાથે અતિ પરિચય રાખવાથી તેમના દર્શનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org